વૉશિંગ્ટન: યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ કહ્યું કે, અમેરિકા અન્ય દેશો સાથે મળીને કામ કરી રહ્યું છે અને તેમને ખાતરી આપી રહ્યું છે કે, કોરોના વાઈરસની ઉત્પત્તિ ચીનના વુહાનથી થઈ છે. તેમણે કહ્યું કે, વાઈરસ ક્યાંથી આવ્યો તે સમજાવવાની ચીનની જવાબદારી છે. તેમણે શુક્રવારે બેન શાપિરોના શોમાં કહ્યું હતું કે, ડિસેમ્બર 2019થી ચીનને વાઈરસ વિશે ખબર છે. અમે જણાવી દઈએ કે વાઈરસના કિસ્સામાં અમેરિકન નેતાઓ સતત ચીનનો ઘેરાવો કરી રહ્યાં છે.
પોમ્પિયોએ કહ્યું કે, "વૈશ્વિક અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે. અમેરિકામાં થયેલા મૃત્યુ માટે અને જે પ્રકારનું આર્થિક નુકસાન સહન કરી રહ્યાં છે તેના માટે જવાબદાર પક્ષોએ જવાબદેહી માટે તૈયાર રહેવું પડશે."
તેમણે કહ્યું કે, "અમે વિશ્વભરના દેશો સાથે વાત કરી રહ્યાં છીએ. યોગ્ય પગલાં લેવામાં મદદ કરી રહ્યાં છીએ. અર્થવ્યવસ્થાઓ ફરીથી ખોલી રહ્યાં છીએ અને ખાતરી કરો કે સમય યોગ્ય હોય ત્યારે આંતરરાષ્ટ્રીય પ્રવાસ શરૂ કરી શકાય. જેથી વૈશ્વિક ધંધો શરૂ થઈ શકે છે."