ETV Bharat / international

જાણો બ્લિંકનના સંબોધનની પ્રમુખ વાતો, અમેરિકાએ તાલિબાનને જણાવી શાસન કરવાની ફોર્મ્યુલા

બ્લિંકને કહ્યું કે, અમેરિકા હવે કતારથી જ અફઘાનિસ્તાનમાં નવું રાજદ્વારી મિશન શરૂ કરશે. બીજી મોટી માહિતી આપતા બ્લિંકને કહ્યું કે, અમે અફઘાનિસ્તાનથી તમામ સૈનિકોને પાછા ખેંચી લીધા છે.

બ્લિંકન
બ્લિંકન
author img

By

Published : Aug 31, 2021, 1:06 PM IST

  • અફઘાનિસ્તાન સાથે અમેરિકાના જોડાણનો એક નવો અધ્યાય શરૂ થઇ ગયો
  • અમેરિકાએ કાબુલમાં રાજનયિક ઉપસ્થિતિને ખતમ કરી દીધી છે
  • મહિલાઓ અને લઘુમતીઓ સહિત અફઘાન લોકોના મૂળભૂત અધિકારોનું સન્માન થવું જોઈએ

અમેરિકાના વિદેશ પ્રધાને મંગળવારે મોટા જાહેરાત કરતા કહ્યું કે, અમેરિકાએ કાબુલમાં રાજનયિક ઉપસ્થિતિને ખતમ કરી દીધી છે અને પોતાના દૂતાવાસને કાબુલથી કતાર શિફ્ટ કરી દીધુ છે. બ્લિંકને કહ્યું કે, અમેરિકા હવે કતારથી અફઘાનિસ્તામાં નવા રાજનયિક મિશનની શરૂઆત કરશે. બ્લિંકને એક વધુ જાણકારી આપતા કહ્યું કે, અમે અફઘાનિસ્તાનથી બધા સૈનિકને પાછા બોલાવી લીધા છે.

1,23,000થી વધુ લોકોને અફઘાનિસ્તાનથી સુરક્ષિત બહાર કાઢાયા

બ્લિંકને કહ્યું કે, અફઘાનિસ્તાન સાથે અમેરિકાના જોડાણનો એક નવો અધ્યાય શરૂ થઇ ગયો છે. અહીં હવે અમે અમારી કૂટનીતિ સાથે આગળ વધીશું. તેમણે કહ્યું કે, લગભગ 6 હજાર અમેરિકી નાગરિકો સહિત 1,23,000થી વધુ લોકોને અફઘાનિસ્તાનથી સુરક્ષિત બહાર કાઢી લીધા છે. બ્લિંકને કહ્યું કે અફઘાનિસ્તાનમાં બચાવ કામગીરી પડકારજનક હતી. તેમણે કહ્યું કે કાબુલમાં લશ્કરી કામગીરી દરમિયાન અમે ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. આ સમય દરમિયાન દૂતાવાસ અને મુશ્કેલીમાં રહેલા લોકો સાથે સંકલન કરવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું હતું.

અમેરિકાએ તાલિબાનને બતાવ્યુ શાસન કરવાનું સૂત્ર

અમેરિકાના વિદેશ પ્રધાન બ્લિંકને તાલિબાનને કહ્યું કે, જો તમે અફઘાનિસ્તાન પર શાસન કરવા માંગતા હો, તો તમારે તમારી મૂળભૂત જવાબદારીઓ અને નાગરિકોની સ્વતંત્રતાને લઇને પ્રતિબદ્ધતાઓનું પાલન કરવું પડશે. બ્લિંકને કહ્યું કે, મહિલાઓ અને લઘુમતીઓ સહિત અફઘાન લોકોના મૂળભૂત અધિકારોનું સન્માન થવું જોઈએ. આપણે આતંકવાદ સામેની આપણી પ્રતિબદ્ધતાઓને જાળવી રાખવી પડશે. અફઘાનિસ્તાનમાં રહેવાનું પસંદ કરનારાઓ સામે બદલો લેવાની હિંસા ટાળવી જોઈએ. તેમણે એક સમાવેશી સરકારની હાકલ કરી જે અફઘાન લોકોની જરૂરિયાતોને પૂરી કરી શકે અને તેમની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરી શકે. વધુમાં, બ્લિંકને કહ્યું કે, તાલિબાનને પ્રવાસની સ્વતંત્રતા આપવી જોઈએ.

બ્લિંકને બતાવી અમેરિકાની આગળની યોજન

અત્યારે અમે દોહામાં દૂતાવાસનો ઉપયોગ અફઘાનિસ્તાન સાથે પોતાની કૂટનીતીનો પ્રબંધન કરવા માટે કરશે. જેમાં કોન્સ્યુલર બાબતો, માનવતાવાદી સહાય અને તાલિબાનને સંદેશા મોકલવા માટે સાથીઓ, ભાગીદારો અને આંતરરાષ્ટ્રીય હિસ્સેદારો સાથે કામ કરવા સહિત. ત્યાં અમારી ટીમનું નેતૃત્વ ઇયાન મૈકકરી કરશે, જેમણે છેલ્લા એક વર્ષથી અફઘાનિસ્તાનમાં અમારા ડેપ્યુટી ચીફ ઓફ મિશન તરીકે સેવા આપી છે. તેમણે કહ્યું કે, અહીં કામ કરવા માટે તેમનાથી વધુ સારો કોઈ ન હોઈ શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.