- ફાઇઝરની રસીના 50 કરોડ ડોઝ ખરીદશે
- આ વર્ષે રસીના 20 કરોડ ડોઝ આપશે
- ઓછી આવક ધરાવતા 92 દેશો અને આફ્રિકન યુનિયનને આવતા વર્ષે એન્ટિ-કોવિડ રસી આપશે
વાશિંગ્ટન: અમેરિકા વૈશ્વિક COVAX જોડાણ દ્વારા ઓછી આવક ધરાવતા 92 દેશો અને આફ્રિકન યુનિયનને આવતા વર્ષે એન્ટિ-કોવિડ રસી આપવા માટે ફાઇઝરની રસીના 50 કરોડ ડોઝ ખરીદશે. આ બાબતની જાણકારી ધરાવતા વ્યક્તિએ આ માહિતી આપી છે.
આ પણ વાંચોઃ રોટરી ક્લબ નડીયાદ રાઉન્ડ ટાઉન દ્વારા રૂપિયા 1.45 કરોડના મેડીકલ સાધનોનું શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં દાન કરાયું
બાકીના ડોઝ 2022ના પ્રથમ છ મહિના દરમિયાન દાન કરાશે
આ વ્યક્તિએ કહ્યું કે, રાષ્ટ્રપતિ જો બાઇડેન ગુરુવારે ગ્રુપ સેવન સમિટની શરૂઆત પહેલા એક ભાષણમાં આની જાહેરાત કરશે. આ વર્ષે રસીના 20 કરોડ ડોઝનું દાન કરવામાં આવશે. જ્યારે બાકીના ડોઝ 2022ના પ્રથમ છ મહિના દરમિયાન દાન કરવામાં આવશે.
બાઇડેન આ રસીનું દાન કરવા માટે પ્રતિબદ્ધ છે
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલીવને બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે, બાઇડેન આ રસીનું દાન કરવા માટે પ્રતિબદ્ધ છે. કારણ કે, તે અમેરિકાના જાહેર આરોગ્ય અને રણનૈતિક હિતમાં છે. અમેરિકાને રસી આપવા માટેની વૈશ્વિક યોજનાની રૂપરેખા બનાવવા માટે દબાવનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચોઃ અમેરિકા-યુકેની સંસ્થાઓએ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે લાખોના મશીનો દાન કર્યા
વિશ્વભરમાં 80 કરોડ ડોઝ આપવાની જાહેરાત કરી છે
કુલ મળીને, વ્હાઇટ હાઉસે જૂનના અંત સુધીમાં વિશ્વભરમાં 80 કરોડ ડોઝ આપવાની જાહેરાત કરી છે, જેમાંથી મોટાભાગની કોવૈક્સ દ્વારા આપવામાં આવશે.