અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ISISના વડા બગદાદીના ઠાર કર્યો હોવાની પુષ્ટી કરી હતી.

રોયટર્સે પોતાના અહેવાલમાં કહ્યું હતુ કે ઇરાકી સુરક્ષાના બે સૂત્રોએ તેને આ માહિતી આપી હતી. અહેવાલમાં કહ્યું હતુ કે સીરિયાની અંદર રહેલા તેમનાં સૂત્રોએ બગદાદી માર્યો ગયો હોવાની વાતની ખાતરી કરી હતી અને કહ્યું કે બગદાદી તેના પર્સનલ બૉડીગાર્ડ સાથે ઇદલિબ શહેરમાં માર્યો ગયો છે.

સમાચાર એજન્સી મુજબ બગદાદી જ્યારે તેમના પરિવારને ઇદલિબથમાંથી તુર્કીની સરહદ તરફ બહાર મોકલવાના પ્રયત્ન કરતો હતો, રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ ટ્વીટ કરીને કહ્યું છે, "અત્યારે જ કંઈક મોટું થયું છે." ટ્રમ્પે આ ટ્વીટ અમેરિકાના સમય મુજબ મોડી રાત્રે કર્યું હતું.
અમેરિકાના મીડિયાના મતે ટ્રમ્પે અબુ બક્ર અલ-બગદાદીને સીરિયાના ઇદલિબમાં નિશાન બનાવવા માટેના ઑપરેશનને મંજૂરી આપી હતી, બગદાદી ઇસ્લામિક સ્ટેટના આગેવાન છે અને છેલ્લાં પાંચ વર્ષથી ભૂગર્ભમાં છે.