ETV Bharat / international

અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો અને રક્ષા પ્રધાન 2+2 બેઠક માટે ભારતના પ્રવાસે - માર્ક ટિ એસ્પર

અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો અને રક્ષા સચિવ માર્ક ટિ એસ્પર ભારત આવવા રવાના થઈ ચુક્યા છે. ભારત આવી આ બંને નેતાઓ વડાપ્રધાન અને અન્ય નેતાઓ સાથે બેઠક કરશે.

mike pompio
mike pompio
author img

By

Published : Oct 26, 2020, 8:53 AM IST

Updated : Oct 26, 2020, 9:16 AM IST

નવી દિલ્હીઃ અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો અને રક્ષા સચિવ માર્ક ટી એસ્પર ભારતના પ્રવાસે આવી રહ્યા છે. અમેરિકા વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર માઈક પોમ્પિયો અને માર્ક ટી એસ્પર ભારત આવવા માટે રવાના થઈ ચુક્યા છે.

ભારત અને અમેરિકાના સંબંધો હવે મજબુત બની રહ્યા હોય લાગી રહ્યું છે. જેનું અનુમાન આપણે એ વાત પરથી લગાવી શકીએ કે માત્ર બે વર્ષમાં ત્રીજી વાર ભારત અને અમેરિકા 2+2 મંત્રિસ્તરીય વાર્તાનુ આયોજન કરી રહ્યાં છે.

માઈક પોમ્પિયોએ ટ્વિટ કરી માહિતી આપી છે. તેમણે કહ્યું કે ભારત, શ્રીલંકા, માલદીવ અને ઈન્ડોનેશિયાની મારી યાત્રા માટે હું રવાના થઈ ગયો છું.

ETv Bharat
માઈક પોમ્પિયોએ ટ્વિટ કરી માહિતી આપી

અમેરિકા વિદેશ વિભાગનું કહેવુ છે કે વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો અને રક્ષા સચિવ માર્ક ટી એસ્પર ભારત આવવા માટે રવાના થઈ ગયા છે. ભારતના પ્રવાસ દરમિયાન માઈક પોમ્પિયો અને એસ્પર ભારતના રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે અમેરિકા ભારત મંત્રિસ્તરિય સંવાદ કરશે.

Etv Bharat, mike pompeo
માઈક પોમ્પિયઓએ ટ્વિટર પર ફોટો શેર કર્યો

આ સાથે જ માઈક પોમ્પિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ બેઠક કરશે અને અમેરિકા ભારત વ્યાપક વૈશ્વિક રણનીતિક ભાગીદારીને આગળ વધારવા વ્યાપારિક નીતિઓ પર ચર્ચા કરશે.

આપને જણાવી દઈએ કે મંગળવારે યોજાનારી આ 2+2 બેઠકમાં અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા થશે. જેમાં પુર્વી લદ્દખમાં ચીનના આક્રમણ વલણને લઈ હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં વર્ચસ્વ વધારવા જેવા મુદ્દાને અંગે ચર્ચા કરવામાં આવશે.

Last Updated : Oct 26, 2020, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.