ETV Bharat / international

ભારતને ચીનથી ખતરો, સૈનિકોની નિયુક્તિની સમીક્ષા કરી રહ્યું છે અમેરિકા - માઇક પોમ્પિયો

ભારત અને ચીન વચ્ચે સરહદને લઈને તણાવની સ્થિતિ છે. આ વચ્ચે અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓએ કહ્યું કે, અમેરિકા દુનિયાભરમાં પોતાના સૈનિકોની નિયુક્તિ અંગે સમીક્ષા કરીને તેમને એ રીતે ગોઠવી રહ્યું છે કે, તે જરુર પડવા પર ચીનની સેનાનો સામનો કરી શકે.

pompeo
pompeo
author img

By

Published : Jun 26, 2020, 7:44 AM IST

વોશિંગ્ટનઃ અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓએ કહ્યું કે, ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા અને ફિલીપીન જેવા એશિયાઇ દેશોને ચીનથી ખતરો વધી રહ્યો છે. જેને ધ્યાને રાખીને અમેરિકા દુનિયાભરમાં પોતાના સૈનિકોની તૈનાતીની સમીક્ષા કરીને તેમને એ રીતે તૈનાત કરી રહ્યા છે કે, તે જરુર પડ્યે પીપુલ્સ લિબરેશન આર્મીનો (ચીનની સેના) સામનો કરી શકે. પોમ્પિઓએ જર્મન માર્શલ ફંડના વર્ચ્યુઅલ બ્રસેલ્સ ફોરમ 2020માં એક પ્રશ્નના જવાબમાં આ કહ્યું હતું.

પોમ્પિઓએ કહ્યું કે, 'અમે સુનિશ્ચિત કરીશું કે, આપણી તૈનાતી એવી હોય કે, પીએલએનો સામનો કરી શકે. અમને લાગે છે કે, આ આપણા સમયનો સૌથી મોટો પડકાર છે અને આપણે સુનિશ્ચિત કરશે કે, આપણી પાસે તેની સામે લડવા માટે બધા સંસાધન ઉચિત જગ્યા પર ઉપલબ્ધ હોય.'

તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર સૈનિકોની તૈનાતી સમીક્ષા કરવામાં આવી રહી છે અને આ યોજના હેઠળ અમેરિકા, જર્મનીમાં પોતાના સૈનિકોની સંખ્યા લગભગ 52 હજારથી ઘટાડીને 25 હજાર કરી રહ્યા છે. પોમ્પિઓએ કહ્યું કે, સૈનિકોની તૈનાતી જમીની સ્થિતિની વાસ્તવિક્તાના આધાર પર કરવામાં આવશે.

વધુમાં તેમણે કહ્યું કે, 'અમુક જગ્યા પર અમેરિકી સંસાધન ઓછું રહેશે. અમુક અન્ય જગ્યાએ પણ હશે. મેં હજૂ પણ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીથી ખતરાની વાત કહી છે. આ માટે હવે ભારતને ખતરો, વિયતનામને ખતરો, મલેશિયા, ઇન્ડોનેશિયાને ખતરો, દક્ષિણ ચીન સાગરની ચેતવણી છે.'

વધુમાં જણાવીએ તો અમેરિકીએ આ નિવેદન એવા સમયે આપ્યું જ્યારે ભારત અને ચીન વચ્ચે સીમાને લઇને તણાવ વધ્યો છે. 15 જૂને પૂર્વી લદ્દાખ સ્થિત ગલવાન ઘાટીમાં ચીની સૈનિકની સાથે 20 ભારતીય સૈનિક શહીદ થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.