વૉશિગ્ટનઃ કોરોના વાયરસ સામે લડતા અમેરિકાએ અન્ય દેશો માટે સહાયની જાહેરાત કરી છે. અમેરિકન વહીવટીતંત્રે વિશ્વના 64 દેશો માટે સહાય નાણાંની જાહેરાત કરી છે, જ્યાં કોરોના વાયરસનું જોખમ સૌથી વધુ છે. યુએસએ આ મદદ માટે 274 મિલિયનની જાહેરાત કરી છે. જે રૂપિયામાં આ રકમ આશરે 13 અબજ રૂપિયા થાય છે. આ રકમમાંથી 2.9 મિલિયન ભારત માટે ફાળવવામાં આવ્યાં છે.
274 મિલિયન ડોલરની આ રકમ ફેબ્રુઆરીમાં જાહેર કરેલા 100 મિલિયન ઉપરાંતની છે. આ અંગે અમેરિકન સ્ટેડ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, ભારતને 2.9 મિલિયન આપી રહ્યું છે. જેનો ઉપયોગ લેબમાં થઈ શકે છે, નવા કેસ શોધી કોરોના દર્દીઓની દેખરેખ રાખવામાં આવે અને તકનીકી નિષ્ણાતોની સેવામાં વાપરવામાં આવે.
અમેરિકાએ કહ્યું છે કે, અમે દાયકાઓથી વિશ્વમાં સુચારુ આરોગ્ય સુવિધા માટે મદદ કરી રહ્યા છીએ. સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, લોકોના જીવન બચાવવામાં અમેરિકા આગળ આવી રહ્યું છે, અમે રોગની સંવેદનશીલતા સમજી શકીએ છીએ, અમે આરોગ્ય સેવાઓ સંબંધિત સંસ્થાઓ બનાવી રહ્યાં છીએ અને વિવિધ સમુદાયો અને રાષ્ટ્રોની સલામતી સુનિશ્ચિત કરી રહ્યાં છીએ.
તમને જણાવી દઈએ કે, અમેરિકા પોતે પણ કોરોના વાયરસ સાથે સંઘર્ષ કરી રહ્યું છે. દેશની જુદી-જુદી હોસ્પિટલોમાં એક લાખથી વધુ કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.