વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોના વાઇરસ સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે. દેશમાં આ મહામારીની ઝપેટમાં આવવાથી 20,557થી વધુ લોકોનાં મોત થયાં છે. અમેરિકા કોરોના સંક્રમણથી થયેલા મોતમાં હવે ઈટલીની પણ આગળ થઇ ગયું છે. અમેરિકામાં 5 લાખ 32 હજાર લોકો સંક્રમિત થયા છે. આ મહામારીમાં સૌથી વધુ સંક્રમિત દેશ અમેરિકા છે.
અમેરિકાનું ન્યૂયોર્ક રાજ્ય આ મહામારીમાં સૌથી વધુ સંક્રમિત છે. રાજ્યમાં કોરોના વાઇરસના કારણે 7,000થી વધુના મોત થયાં છે અને અંદાજે 2 લાખ લોકો સંક્રમિત છે. ઈટલીમાં અત્યાર સુધી 19,483 લોકોનાં મોત થયાં છે, જ્યારે 1,52,271 સંક્રમિત છે.
ઉલ્લેખનીય છે કે, આ મહામારીના કારણે વિશ્વમાં 17 લાખ 80 હજારથી વધુ લોકો સંક્રમિત છે. આ ઉપરાંત મહામારીની ઝપેટમાં આવવાથી 1 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે.