વોશિંગ્ટન: આખું વિશ્વ કોરોના વાઇરસના કાળા કહેર સામે લડી રહ્યું છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા પ્રથમ ક્રમે છે, ત્યારે US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સરકાર દ્વારા COVID-19 મહામારી અંગે લેવામાં આવેલા પગલાઓ વિશે માહિતી આપી હતી.
ટ્રમ્પે કહ્યું કે, કોરોના વાઇરસ પરીક્ષણમાં અમેરિકા મોખરે છે અને ભારત બીજા સ્થાને છે. USમાં કોરોના વાઇરસને કારણે 1, 40,000 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 38 લાખ લોકો સંક્રમિત છે. હાલ અમેરિકન અર્થવ્યવસ્થા ધીરે ધીરે ટ્રેક પર આવી રહી છે.
ટ્રમ્પે મંગળવારના રોજ વ્હાઇટ હાઉસ ઇન્ટરેક્શન કોન્ફરન્સમાં કહ્યું હતું કે, એક પરિવાર તરીકે અમે દરેક મૃત્યુ પર શોક વ્યક્ત કરીએ છીએ. હું મારા સન્માનમાં પ્રતિજ્ઞા કરું છું કે અમે એક રસીની શોધ કરીશું અને વાઇરસને હરાવીશું. અમે ક્લિનિકલ ડેવલપમેન્ટ તરફ ખૂબ સારા કામ કરી રહ્યા છીએ. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, તેમની સરકાર લોકોનાં જીવ બચાવવા માટેના યોગ્ય પગલા ભરી રહી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે, અમે કોરોના વાઇરસ રોગથી ઘણું શીખ્યું છે અને આપણે જાણીએ છીએ કે, તેની ચપેટમાં કોણ છે અને તેમની સુરક્ષા તરફ આગળ વધી રહ્યા છે. ટ્રમ્પે ખાતરી આપી છે કે, કોરોના વાઇરસની રસી અપેક્ષા કરતા વહેલા લોકો સુધી પહોંચશે.
એક સવાલનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું કે, કોવિડ -19 પરીક્ષણોની દ્રષ્ટિએ અમેરિકા વિશ્વમાં સૌથી આગળ છે. તેમણે કહ્યું, અમારે 50 કરોડથી પણ વધુ લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યા છે. ભારત આ પરીક્ષણમાં બીજા નંબર પર છે, ત્યાં 1.2 કરોડ કોરોના વાઇરસના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અહીં, અન્ય દેશમાં 70 લાખ, 60 લાખ અને 40 લાખ પરીક્ષણ કર્યું છે. મને લાગે છે કે, અમે પરીક્ષણની દ્રષ્ટિએ સારું પ્રદર્શન કરી રહ્યા છીએ. ટ્રમ્પે કહ્યું કે "ચીની વાઇરસ" એક ભયંકર અને ખતરનાક બીમારી છે.