ETV Bharat / international

અમેરિકાએ પોતાના નાગરિકોને ભારત પ્રવાસ સંબંધિત ભલામણોમાં આપી છૂટ, સાવધાની રાખવાનો કર્યો આગ્રહ - યુનાઇટેડ સ્ટેટ્સ પ્રવાસ એડવાઈઝરી

ભારતમાં કોરોનાના સક્રિય કેસ (Active case of corona)ની સંખ્યા ઘટતા અમેરિકાએ દેશનો પ્રવાસ કરનારા પોતાના નાગરિકો માટે પ્રવાસ પરામર્શ (Travel counseling)માં સુધારો કર્યો છે. આ અંતર્ગત પ્રવાસ પરામર્શને ઉચ્ચત્તમ સ્તર ચારથી ઘટાડી સ્તર ત્રણ કરી દેવાયું છે. આનો અર્થ એ છે કે, અમેરિકી તંત્રએ પોતાના એ નાગરિકોના પ્રવાસ પર પુનઃવિચાર કરવાનો આગ્રહ કર્યો છે, જે ભારતનો પ્રવાસ કરવા માગે છે. આપને જણાવી દઈએ કે, સ્તર ચારનો અર્થ છે કે, બિલકુલ પ્રવાસ ન કરવો અને સ્તર ત્રણમાં નાગરિકોને તેમના પ્રવાસ પર પુનઃવિચાર કરવાનો અનુરોધ કરવામાં આવે છે.

અમેરિકાએ પોતાના નાગરિકોને ભારત પ્રવાસ સંબંધિત ભલામણોમાં આપી છૂટ, સાવધાની રાખવાનો કર્યો આગ્રહ

author img

By

Published : Jul 21, 2021, 9:54 AM IST

  • અમેરિકાના નાગરિકો હવે ભારત અને પાકિસ્તાનનો પ્રવાસ કરી શકશે
  • અમેરિકા તંત્રએ નાગરિકો માટે પ્રવાસ પરામર્શ (Travel counseling)માં સુધારો કર્યો
  • અમેરિકાએ પ્રવાસ પરામર્શને ઉચ્ચત્તમ સ્તર ચારથી ઘટાડી સ્તર ત્રણ કર્યું

ન્યૂઝ ડેસ્કઃ અમેરિકાએ પાકિસ્તાન માટે પણ પ્રવાસ પરામર્શમાં સુધારો કરી સ્તર ચારથી સ્તર ત્રણ કર્યું છે. ક્ષેત્રમાં કોરોના વૈશ્વિક મહામારીની સ્થિતિ પર વિચાર કર્યા પછી વિદેશ મંત્રાલયે સોમવારે (19 જુલાઈ)એ ભારત અને પાકિસ્તાનના પ્રવાસ પરામર્શમાં સુધારો કર્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, કોરોનાને ધ્યાનમાં રાખી રોગ નિયંત્રણ અને નિવારણ માટેનું કેન્દ્ર (Center for Disease Control and Prevention)એ ભારત માટે સ્તર ત્રણ પ્રવાસ આરોગ્ય નોટિસ જાહેર કરી છે.

આ પણ વાંચોઃ Corona Update: 125 દિવસમાં સૌથી ઓછા કોરોના પોઝિટિવ કેસ

ભારતના પ્રવાસ પર પુનઃવિચાર

મંત્રાલયે કહ્યું હતું કે, જો તમે FDA દ્વારા અધિકૃત કોરોનાની રસીના બંને ડોઝ લઈ ચૂક્યા છો તો તમને સંક્રમિત થવા અને ગંભીર લક્ષણ દેખાવાનું જોખમ ઓછું થઈ શકે છે. કોઈ પણ આંતરરાષ્ટ્રીય પ્રવાસની યોજના બનવાથી પહેલા મહેરબાની કરીને વેક્સિનેશન અને વગર વેક્સિનેશનવાળા પ્રવાસીઓ માટે CDCના વિશિષ્ટ સૂચનોની સમીક્ષા કરે. કોરોનાના કારણે ભારતના પ્રવાસ પર પુનઃવિચાર કરે. અપરાધ અને આતંકવાદના કારણે સાવધાની રાખે.

આ પણ વાંચોઃ સર્વે: વેકસીનોફોબિયા (વેકસીનનો ભય) અને ઝયૂસોફોબિયા (ભગવાનનો ભય) એકબીજા સાથે જોડાયેલા છે

પ્રવાસ પરામર્શને સારી રીતે વાચવાની સલાહ

જોકે, CDCએ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી પાકિસ્તાન માટે સ્તર 2ની પ્રવાસ આરોગ્ય નોટિસ જાહેર કરી છે, પરંતુ દેશમાં આતંકવાદની સ્થિતિને જોતા વિદેશ મંત્રાલયે સ્તર ત્રણ નું પરામર્શ યથાવત રાખ્યું છે. મંત્રાલયે કહ્યું હતું કે, આતંકવાદ અને સાંપ્રદાયિક હિંસાના કારણે પાકિસ્તાનના પ્રવાસ પર પુનઃવિચાર કરે. કોરોનાના કારણે પાકિસ્તાનને લઈને સતર્કતા વધી ગઈ છે. કેટલાક વિસ્તારમાં જોખમ વધ્યું છે. પ્રવાસ પરામર્શ યોગ્ય રીતે વાંચો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.