- અમેરિકામાં ચૂંટણી પરિણામ બાદ જેનો ડર હતો તે જ થયું
- ડોનાલ્ડ ટ્રમ્પ હાર સ્વીકારવા તૈયાર નહી
- ટ્રમ્પ સમર્થકો અને પોલીસ વચ્ચે સંસદ બિલ્ડિંગ બહાર હિંસા
વોશિંગ્ટનઃ અમેરિકામાં ચૂંટણી બાદ જે હિંસાનો ડર હતો તે જ થયું. સંસદની બિલ્ડિંગ (કેપિટલ પરિસર) બહાર ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક ઝડપ થઈ છે. જે બાદ બિલ્ડિંગમાં અવર જવર બંધ કરવામાં આવી છે.
પોલીસ અને ટ્રમ્પ સમર્થક વચ્ચે હિંસા
કાઉન્ટિંગ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો બિલ્ડિંગ અંસદ ઘુસી ગયા હતાં. આ દરમિયાન પોલીસ અને ટ્રમ્પ સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું છે. આ ઝપાઝપીમાં એક મહિલાનું મોત પણ થયું છે. આ હિંસક પ્રદર્શનને ધ્યાને રાખી વ્હાઈટ હાઉસની નાયબ પ્રેસ સચિવ સારા મૈથ્યુઝે ટ્રમ્પ પ્રશાસનમાંથી રાજીનાંમુ આપી દીધું છે, જ્યારે યુએસ ફર્સ્ટ લેડી મેલેનયા ટ્રમ્પ અને સ્ટેફની ગ્રિશમે પણ રાજીનામું આપી દીધુ છે.
હિંસા દરમિયાન એક મહિલાનું મોત
ચૂંટણી પરિણામોને લઈ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ બાદ અમેરિકામાં સંસંદ બિલ્ડિંગ બહાર ટ્રમ્પ સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસા થઈ છે. જે બાદ સંસંદમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઝડપ દરમિયાન એક મહિલાને ગોળી લાગી હતી, જેનું મોત થયું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે સંસદનું સંયુક્ત સત્ર શરૂ થતાં પહેલા જ કહ્યું કે તે ચૂંટણીમાં હારનો સ્વીકાર કરશે નહી. તેમણે આક્ષેપ કર્યો છે કે મતગણતરીમાં મોટાપાયે ગરબડ થઈ છે.
આપને જણાવી દઈએ કે 3 નવેમ્બરે રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી થઈ. બાઈડેનને 306 અને ટ્રમ્પને 232 વોટ મળ્યા. બધુ સ્પષ્ટ થયા પછી પણ ટ્રમ્પે હાર ન કબૂલી. તેમનો આરોપ છે કે વોટિંગ દરમિયાન અને પછી કાઉન્ટિંગમાં મોટાપાયે ગરબડ થઈ.
બુધવારે ઈલેક્ટોરલ કોલેજના મતોની ગણતરી અને બાઈડેનની જીત પર મહોર લગાવવા માટે સંસદના બંને ગૃહો એટલે કે સેનેટ અને HORની બેઠક શરૂ થઈ. આ દરમિયાન જ ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીનાં સેંકડો સમર્થકો સંસદની બહાર એકત્ર થયા. નેશનલ ગાર્ડ્સ અને પોલીસ તેમને સમજાવી શકે એ પહેલા જ કેટલાક લોકો અંદર ઘૂસી ગયા. મોટાપાયે તોડફોડ કરવામાં આવી, તેમજ સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસા થઈ.