સુરક્ષા સંબંધિત કેટલાયે કિસ્સાઓમાં અમેરિકામાં વિદેશી રોકાણને અંતર્ગત એજન્સી સમિતિએ Tik Tokને લઈને તપાસ શરૂ કરી હતી જેના આધાર પર એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સુરક્ષા મંત્રાલયે Tik-Tokના ઉપયોગને સુરક્ષાના જોખમોથી ભરેલી એપ્લિકેશન ગણાવી છે. સાથે જ સૈનિકોએ આદેશ આપ્યો છે કે, 'જો એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો છો તો તેને લઈને સાવધાન થઈ જાઓ. કેટલાયે એપ્સ તમારા ફોનને મોનિટર કરતા હોય છે, તેને તુરંત ડિલીટ કરી દો અને Tik Tokને અનઈન્સટોલ કરી દો, જેથી કોઈ ખાનગી જાણકારી જાહેર ન થાય '