ETV Bharat / international

ભારત-ચીન તણાવ વચ્ચે અમેરિકાની તિબેટ પર લાલઆંખ, ચીની અધિકારીઓ પર પ્રતિબંધ - gujaratinews

ભારત અને ચીન વચ્ચેના તણાવ વચ્ચે અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ રેસિપ્રોકલ એક્સેસ ટૂ તિબેટ કાયદાને લઈ ચીનના અધિકારીના એક સમૂહ પર વિઝા પ્રતિબંધની જાહેરાત કરી છે.

US announces
US announces
author img

By

Published : Jul 8, 2020, 2:12 PM IST

વૉશિંગ્ટન: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓએ રેસિપ્રોકલ એક્સેસ ટૂ તિબેટ કાયદા પ્રમાણે ચીનના અધિકારીઓના એક સમુહ પર વિઝા પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. પોમ્પિયોએ ટ્વીટ કરી કહ્યું કે, આજે હું પીઆરસી (પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના )એ અધિકારીઓ પર વિઝા પ્રતિબંધની જાહેરાત કરુ છું. જે તિબેટમાં વિદેશીઓને પહોચને રોકવા માટે કામ કરી રહ્યાં છે.

તેમણે કહ્યું કે, ચીન, તિબેટ ટીએઆર અને તિબેટના ક્ષેત્રોમાં અમેરિકી રાજનીતિજ્ઞો અને અન્ય અધિકારીઓ, પત્રકારો અને પ્રર્યટકોને જાણી જોઈ રોકવામાં આવી રહ્યાં છે. જ્યારે બીજી બાજુ કોઈ અધિકારીઓ અને નાગરિકોના અમેરિકા પર આવવાનો કોઈ તરફથી રોક નથી. પોમ્પિઓ કહ્યું કે, ચીની સરકાર અને ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીએ અધિકારીઓ પર વિઝા રદ્દ કરવાની જાહેરાત કરી રહ્યાં છે. જે તિબેટી વિસ્તારોમાં વિદેશીના પ્રવેશ સબંધિત નીતિઓ બનાવવા અને તેમને કાર્યન્વિત કરવાના કામમાં સામેલ છે.

વિદેશ મંત્રાલયે 1 ઓક્ટોમ્બરથી શરુ થઈ રહેલા નાણાંકીય વર્ષ 2021માં તિબેટ મુદ્દાને 1.7 કરોડ ડૉલરના કોષ અને તિબેટી મુદ્દા પર વિશેષ સમન્વયક માટે 10 લાખ ડૉલરનો પ્રસ્તાવ આપ્યો છે. આ વચ્ચે ચીની સેનાએ પૂર્વી લદ્દાખમાં હોટ સ્પ્રિંગ્સ અને ગોગ્રામાં અથડામણવાળા વિસ્તારોમાંથી અસ્થાયી ઢાંચાને દૂર કર્યો છે. સતત બીજા દિવસે સૌનિકોની વાપસીનો સિલસિલો ચાલું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.