- ફ્લોરિડા (Florida, USA)માં 24 જૂને 12 માળની ઈમારત થઈ હતી ધરાશાયી (Collapsed building)
- 24 જૂનથી અત્યાર સુધી સર્ચ ઓપરેશન અને બચાવ કામગીરી (Search operations and rescue operations) ચાલુ છે
- શુક્રવારે ઈમારતના કાટમાળ (Building debris)માંથી વધુ 2 મૃતદેહ મળ્યા
સર્ફસાઈડ (અમેરિકા): ફ્લોરિડાના દરિયા કિનારે આવેલી સર્ફસાઈડ (Florida, USA)માં 24 જૂને 12 માળની ઈમારત ધરાશાયી થઈ હતી. ત્યારથી અત્યાર સુધી આ ઈમારતના કાટમાળમાંથી લોકોને બચાવવા અને મૃતદેહ બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. ત્યારે શુક્રવારે આ કાટમાળમાંથી વધુ 2 મૃતદેહ મળ્યા હતા. આ સાથે જ મૃત્યુઆંક વધીને 22 થયો છે. જ્યારે 128 લોકો હજી પણ ગુમ છે.
આ પણ વાંચો- બિકાનેરમાં નિર્માણાધીન ઈમારત ધરાશાયી થતા 3 લોકોના મોત, 5 ઈજાગ્રસ્ત
હજી પણ 128 લોકો ગુમ
મિયામી-ડેડ કાઉન્ટી (Miami Dade County)ના મેયર ડેનિએલા લેવિન કાવા (Mayor Daniela Levin Cava)એ જણાવ્યું હતું કે, બચાવકર્મીઓને કાટમાળમાંથી શુક્રવારે વધુ 2 મૃતદેહ મળ્યા હતા. આ સાથે જ મૃત્યુઆંકની કિંમત વધીને 22 થઈ ચૂકી છે. જ્યારે અત્યારે પણ 128 લોકો ગુમ (128 people still missing) છે.
આ પણ વાંચો- જમાલપુરમાં પાંચ માળની ઇમારત ધરાશાયી થતા અચાનક દોડધામ
24 જૂને 12 માળની ઈમારત ધરાશાયી થઈ હતી
અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે, ઈમારત ધરાશાયી કઈ રીતે થઈ તે અંગે તપાસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, 24 જૂને 12 માળની આ ઈમારતનો એક ભાગ પડી ગયો હતો, જેમાં અનેક લોકો દટાઈ ગયા હતા. જ્યારે હજી પણ 128 લોકો ગુમ છે.