ETV Bharat / international

ચૂંટણીમાં હાર છતાં ટ્રમ્પવાદ ચાલતો રહેવાનો: અમેરિકામાં રાજકીય અશાંતિ અટકશે નહિ - કમલા હૅરિસ

અમેરિકાના 46મા પ્રમુખ તરીકે જો બાઇડન ચૂંટાયા તે પછી ઉત્સાહ છે, તેમાં આ વાત પંચર પાડવા જેવી લાગશે. અમેરિકામાં આ 59મી ચૂંટણી હતી અને તેમાં ઘણું બધું પ્રથમવાર જોવા મળ્યું છે. 1992 પછીની પ્રથમ ચૂંટણી બની કે જેમાં વર્તમાન પ્રમુખ પુનઃચૂંટાવામાં નિષ્ફળ ગયા હોય. 7.5 કરોડથીય વધુ મતો મેળવીને બાઇડન સૌથી વધુ મેળવવાનો બરાક ઓબામાનો 2008નો 6.95 કરોડ મતોનો વિક્રમ પોતાના નામે કરી શક્યા. આ ચૂંટણીમાં વિક્રમી સંખ્યામાં લોકોએ મેઇલ-ઇન એટલે કે પોસ્ટથી મતો નાખ્યા, કેમ કે કોરોના રોચગાળા વચ્ચે લોકો મતદાન મથકે જવા માગતા નહોતા. મોટા પાયે પોસ્ટમાં મતો મળ્યા તેના કારણે ઘણા બધા સ્વિંગ સ્ટેટ, નિર્ણાયક ગણાતા રાજ્યોમાં મતોની ગણતરીમાં વિલંબ થયો હતો. તેના કારણે કોણ જીત્યું તેનો નિર્ણય આવવામાં ચાર દિવસ લાગી ગયા હતા. 7 નવેમ્બરે જ સુનિશ્ચિત થયું કે જોસેફ આર. બાઇડન જીતે છે. સૌથી અગત્યની વાત કે બાઇડનના સાથી ઉમેદવાર કમલા હૅરિસ સૌ પ્રથમ અશ્વેત મહિલા વાઇસ પ્રેસિડન્ટ બન્યા.

ચૂંટણીમાં હાર છતાં ટ્રમ્પવાદ
ચૂંટણીમાં હાર છતાં ટ્રમ્પવાદ
author img

By

Published : Nov 11, 2020, 4:59 PM IST

ન્યુઝ ડેસ્ક :અમેરિકાના 46મા પ્રમુખ તરીકે જો બાઇડન ચૂંટાયા તે પછી ઉત્સાહ છે, તેમાં આ વાત પંચર પાડવા જેવી લાગશે. અમેરિકામાં આ 59મી ચૂંટણી હતી અને તેમાં ઘણું બધું પ્રથમવાર જોવા મળ્યું છે. 1992 પછીની પ્રથમ ચૂંટણી બની કે જેમાં વર્તમાન પ્રમુખ પુનઃચૂંટાવામાં નિષ્ફળ ગયા હોય. 7.5 કરોડથીય વધુ મતો મેળવીને બાઇડન સૌથી વધુ મેળવવાનો બરાક ઓબામાનો 2008નો 6.95 કરોડ મતોનો વિક્રમ પોતાના નામે કરી શક્યા. આ ચૂંટણીમાં વિક્રમી સંખ્યામાં લોકોએ મેઇલ-ઇન એટલે કે પોસ્ટથી મતો નાખ્યા, કેમ કે કોરોના રોચગાળા વચ્ચે લોકો મતદાન મથકે જવા માગતા નહોતા. મોટા પાયે પોસ્ટમાં મતો મળ્યા તેના કારણે ઘણા બધા સ્વિંગ સ્ટેટ, નિર્ણાયક ગણાતા રાજ્યોમાં મતોની ગણતરીમાં વિલંબ થયો હતો. તેના કારણે કોણ જીત્યું તેનો નિર્ણય આવવામાં ચાર દિવસ લાગી ગયા હતા. 7 નવેમ્બરે જ સુનિશ્ચિત થયું કે જોસેફ આર. બાઇડન જીતે છે. સૌથી અગત્યની વાત કે બાઇડનના સાથી ઉમેદવાર કમલા હૅરિસ સૌ પ્રથમ અશ્વેત મહિલા વાઇસ પ્રેસિડન્ટ બન્યા.

આવી રીતે 59મી ચૂંટણી યાદગાર બની, પરંતુ ચૂંટણીના પરિણામોને વિશ્લેષકો સુસ્પષ્ટ ચૂકાદો ગણાવી રહ્યા છે તેવું ખરેખર છે નહિ. એ વાત પણ યાદ રાખવી પડે કે હારી ગયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 7 કરોડ મતો મેળવી ગયા. બરાક ઓબામાના વિક્રમીમતો કરતાંય આ મતો વધારે છે. એટલું જ નહિ, 2016ની સામે 2020ની ગણતરી કરીએ તો ટ્રમ્પના ટેકેદારોની સંખ્યા વધી જ છે. 2016માં ટ્રમ્પને કુલ 62,984,828 મતો મળ્યા હતા, જે કુલ મતદાનના લગભગ 46% જેટલા હતા. 2020માં ટ્રમ્પના મતોની સંખ્યા વધીને 71,098,559 થઈ ગઈ, જે કુલ મતોના 48% જેટલી થાય છે. (આ લખાય છે ત્યારે લગભગ 93% મતોની ગણતરી પૂર્ણ થઈ છે.) આના પરથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પ હારી ગયા તેમ છતાં આ વખતની ચૂંટણીમાં ટ્રમ્પવાદને મોટા પાયે સમર્થન મળ્યું હતું.

અમેરિકાની સેનેટ માટેની ચૂંટણીમાં પણ આ વિજય કેવો છે તે સ્પષ્ટ થાય છે. રિપબ્લિકન પાર્ટીને સેનેટની 18 બેઠકો પર જીત મળી અને તેની કુલ બેઠકો 48 થઈ છે. તેની સામે ડેમોક્રેટિક પાર્ટીને સેનેટની 13 બેઠકો જ મળી અને કુલ બેઠકોની સંખ્યા 46ની થઈ છે. બે બેઠકો પર અપક્ષો જીત્યા છે. 100 સભ્યોની સેનેટમાં બહુમતી માટે 51 બેઠકો જોઈએ અને તે માટે હવે જ્યોર્જિયાની બે બેઠકો સૌથી અગત્યની બની ગઈ છે. આ બે બેઠકોમાં એકેય પક્ષને 50%થી વધુ મતો મેળવી શક્યો નથી. પત્રકારો, વિશ્લેષકો અને સર્વેક્ષકો માને છે કે ટ્રમ્પે ધૂમધામથી ચૂંટણી પ્રચાર કર્યો તેના કારણે કુલ મતદાન આ વખતે સૌથી વધારે થઈ શક્યું હતું.

ટ્રમ્પ પોતાના ટેકેદારોને મોટા પાયે બહાર આવીને મતદાન કરાવી શક્યા તેની પાછળ અમેરિકાની સ્થાપના થઈ ત્યારથી ચાલી આવતી કેટલીક ભૂમિગત વિચારસરણી સાથે જોડાયેલી ટ્રમ્પની કડી છે. આપણે જેને ટ્રમ્પવાદ કહીએ છીએ તે વંશ, જાતિ, વર્ગ અને વૈજ્ઞાનિક અભિગમની બાબતમાં બહુ જ રૂઢિચૂસ્ત વિચારો, પરંપરાઓ અને માન્યતાઓ સાથે જોડાયેલો છે. નવ રૂઢિવાદની હવા ચાલી છે તે કંઈ ટ્રમ્પે ઊભી કરેલી નથી, પણ તે હવામાં ઉપર ચડીને રાજકારણમાં રૂઢિવાદનો ચહેરો બની ગયા હતા. આ હવા ઊભી કરનારામાં અનેક જૂથો અને મંડળો છે, જે ભૂગર્ભમાં રહીને કામ કરતા કરે છે.

તે બધા વચ્ચે એક તાંતણે સંબંધ જોડવો મુશ્કેલ છે, કેમ કે તેઓ જુદા જુદા મંડળો, ટુકડીઓ બનાવીને નોખી નોખી પદ્ધતિએ કામ કરે છે. તેમની વચ્ચે બીજી કોઈ સમાનતા શોધવી મુશ્કેલ છે, પણ બધા એક જ પ્રકારની ભૂર્ગભીય, ઉપર જણાવી તેવી માનસિકતા ધરાવે છે. આ મંડળોમાં એક છેડે એવા જૂથો છે, જેનો કોઈ એક સુનિશ્ચિત નેતા નથી હોતો, રાજકીય કેન્દ્ર નથી હોતું કે સત્તાવાર રીતે કોઈ માળખું નથી હોતું. QAnon આવું જ એક જૂથ છે. તેની સામેના છેડે બીજી ટુકડીઓ છે, જે ભૂગર્ભમાં રહીને, તદ્દન ગુપ્ત રીતે પણ બહુ શિસ્તબદ્ધ રીતે, હોદ્દેદારોના ક્રમ સાથે કામ કરનાર વ્હાઇટ સુપરમાસિસ્ટ અને જમણેરી ઉદ્દામવાદીઓ છે. આ બેની વચ્ચે રેડિયો ટૉક શો, કેબલ ન્યૂઝ અને કટ્ટર જમણેરી Breitbart News જેવી વેબસાઇટ્સ ચાલે છે, જેના પર ઉગ્ર જમણેરીવાદ પીરસાતો રહે છે.

આ ભૂગર્ભીય વિચારસરણી અને તેની સાથે જોડાયેલા જૂથોએ રિપબ્લિકન પાર્ટીને મળેલા મતોમાં ખાસ્સો મોટો હિસ્સો આપ્યો છે. જોકે તે પક્ષ સાથે સીધા જોડાયેલા નથી કે પક્ષમાં તેમનું કોઈ નિયંત્રણ નથી. ગ્રાન્ડ ઑલ્ડ પાર્ટી એટલે કે રિપબ્લિકન પાર્ટી સાથે આ જૂથોની કડી બનવાનું કામ ટ્રમ્પ અને તેના વફાદારો કરે છે. આના કારણે જ ટ્રમ્પ અને તેની ટોળકીની મજબૂત પકડ રિપબ્લિકન પાર્ટી પર આવી છે. તેના કારણે એવું લાગે છે કે ચૂંટણીમાં હારી ગયા પછીય પક્ષ પર ટ્રમ્પ અને તેની ટોળકીની પકડ ઢીલી પડવાની નથી. ટ્રમ્પના વફાદાર એવા આ નેતાઓ આગળ પણ ડેમોક્રેટ્સ સાથે બાખડતા રહેશે અને ધારી લીધેલા દુશ્મનો સામે ખાંડા ખખડાવતા રહેશે. ટૂંકમાં, વિભાજન કરનાનું રાજકારણ ટ્રમ્પે ચલાવ્યું હતું, તે તેમની હાર પછીય અમેરિકાના રાજકારણમાં ચાલતું રહેવાનું છે.

અમેરિકાના રાજકારણમાં કેવા પ્રવાહો વહેતા રહેશે, તે સમજવા માટે અમેરિકાની બંને મુખ્ય પાર્ટીઓમાં રાજનીતિ કેવા વળાંકો લઈ રહી છે તે સમજવું જરૂરી બનતું હોય છે. બંને મુખ્ય પક્ષોમાં આના કારણે તીરાડો પડેલી સ્પષ્ટ દેખાય છે. 2016માં 58મી પ્રમુખીય ચૂંટણી યોજાઇ ત્યારથી જ બંને પક્ષોમાં મવાળ કરતાં જહાલ વિચારસરણી ધરાવનારા લોકો છવાઇ જાય તેવું જોખમ ઊભું થયેલું છે.

ડેમોક્રેટિક પાર્ટીમાં રહેલા ડાબેરી વિચારસરણીના જૂથો તરફથી સતત નારાજગી વધી રહી છે કે સામાજિક-રાજકીય અને આર્થિક સુધારાઓ કાચબા ગતિએ જ આગળ વધી રહ્યા છે. બર્ની સેન્ડર્સ અને સ્ક્વૉડ ડેમોક્રેટ્સ (2018માં જીતેલી ચાર મહિલા સાંસદોનું જૂથ - ન્યૂ યોર્કના એલેક્ઝાન્ડ્રિયા ઓકેઝિયો-કૉર્ટેઝ, મિન્નેસોટાના ઇલ્હાન ઓમર, મેસેચૂસેટ્સના અયાન્ના પ્રેસ્લી અને મિશિગનના રશિદા ત્લેઇબ) સાથે મળીને ડેમોક્રેટિક પાર્ટીમાં ડાબેરી પાંખની અપેક્ષાઓ પ્રબળપણે વ્યક્ત કરી રહ્યા છે. આ જૂથે બે વાર ડેમોક્રેટિક પાર્ટીમાં કેન્દ્રસ્થાને રહેવા માટેના પ્રયાસો કર્યા છે. તેઓ સફળ રહ્યા નથી, પણ તેમના કારણે જ પોલીસ, આરોગ્ય અને શિક્ષણમાં સુધારા માટેના પ્રયાસો કરવા માટે તથા ન્યાયી અને સમાન વેતન માટેની તેમની ઝુંબેશને ધ્યાને લેવી પડી છે.

ટ્રમ્પ અને સ્ટિફન કેવિન બેન્નનના જૂથ તરફથી રિપબ્લિકન પાર્ટીમાં ઉગ્ર જમણેરી વિચારધારોનો મારો ચલાવવામાં આવ્યો છે અને તેના કારણે પક્ષની જૂની નેતાગીરી તેની સામે દબાઇ ગઈ છે. આ ટોળકી સામે નેતાગીરી દબાઈ ગઈ છે અને તેના કારણે જ અબ્રાહમ લિંકનની પાર્ટી આજકાલ અમેરિકાના જૂની કૉન્ફેડરેટ વિચારસરણીનો અડ્ડો બની ગઈ છે. બંને પક્ષની સ્થાપિત નેતાગીરી આ રીતે જૂથોને કારણે ઊભેલા થયેલા પડકારોને કેવી રીતે પહોંચવું તે સમજી શક્યા નથી. ગત 58મી ચૂંટણીમાં પક્ષમાં રહેલા ડાબેરી જૂથોને કેવી રીતે સંભાળવા તેમાં ડેમોક્રેટ્સ નેતાઓને નિષ્ફળતા મળી હતી અને તેના કારણે જ ચૂંટણીમાં હાર મળી હતી.

એ જ રીતે રિપબ્લિક પક્ષમાં સ્થાપિત થયેલા રૂઢિવાદી નેતૃત્ત્વએ ટ્રમ્પને હરાવવામાં થોડી ભૂમિકા ભજવી છે, તે પણ સ્પષ્ટ થઈ રહ્યું છે. સેનેટ અને કેટલાક સ્વિંગ સ્ટેટમાં જે રીતે મતદાન થયું છે તેના પરથી આ વાતનો ખ્યાલ આવી જાય છે. એરિઝોના અને મેસેચૂસેટ્સમાં બાઇડન જીત્યા તેનું કારણ જ્હોન મેક્કેઇન અને મિટ રોમની જેવા રિપબ્લિકન પાર્ટીના નેતાઓનું સમર્થન છે. આ પડકારને કારણે એવું થયું છે કે ડેમોક્રેટ્સ વધુ ને વધુ ડાબેરી જૂથોની અપેક્ષા પ્રમાણેના સુધારા તરફ ઢળવા લાગ્યા છે. તેની સામે રિપબ્લિકન નેતાગીરી સાંસ્કૃતિક યુદ્ધના રાજકારણ તરફ વધુ ને વધુ ધકેલાઈ રહી છે.

બાઇડનને જીત પછી સૌમ્ય ભાષામાં સંવાદિતાની વાતો કરી છે, આમ છતાં અમેરિકાના સ્થાનિક રાજકારણમાં વિભાજનની તીરાડ ઊભી થઈ છે તેને બૂરી દેવી મુશ્કેલ થવાની છે. કોરોના રોગચાળા વચ્ચે પણ વિક્રમી મતદાન થયું તેના પરથી સળગતા સવાલો ઊભા થયા છે તેની અવગણના બાઇડન કરી શકે તેમ નથી. જોકે કોવીડ-19ની બાબતમાં આરોગ્ય તંત્રમાં સુધારા કે રંગભેદની બાબતમાં પોલીસની કામગીરી સામે ઊભા થયેલા સવાલો સામે પોલીસ તંત્રમાં સુધારા માટેના કોઈ પણ પ્રયાસો થશે તેની સામે અમુક જૂથમાં અસંતોષ ઊભો થઈ શકે છે. ઇમિગ્રેશનમાં છુટછાટના નિર્ણયને કારણે પણ લોકોની લાગણી ઉશ્કેરાઇ શકે છે અને ફરીથી શેરીમાં અથડામણો જાગી શકે છે. અમેરિકાના સ્થાપકોએ એવું વિચાર્યું હશે કે વિરોધ પ્રદર્શનો એ સ્વતંત્રતા અને લોકશાહીનો જ એક હિસ્સો છે, પણ હાલના સમયે જે પ્રકારનું ધિક્કારનું રાજકારણ ઊભું થયું છે ત્યારે તે માત્ર વિરોધની મશાલ નહિ, પણ રાખ કરનારી આગ બની શકે છે.

શું આપણે પણ આવી સ્થિતિની ચિંતા કરવી જોઈએ? ચીન મહાસત્તા બનવા માટેના પ્રયાસો કરી રહ્યું છે ત્યારે અમેરિકાનું નેતૃત્ત્વ બહુઆયામી બાબતોને કેવી રીતે સંભાળી શકે છે તેનો વિચાર કરવો જરૂરી પણ છે.

કુમાર સંજય સિંહ, એસોસિએટ પ્રોફેસર, સ્વામી શ્રદ્ધાનંદ કૉલેજ, દિલ્હી યુનિવર્સિટી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.