વૉશિગંટન: વિશ્વભરમાં કોરોનાનો પ્રકોપ છે અને અનેક મોટી મોટી હસ્તીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂકી છે. અમેરિકામાં કોરોના વાઈરસની મહામારીથી 1,34,000થી વધુ લોકોના મોત થયા છે, ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ વખત માસ્ક પહેરતા જોવા મળ્યા હતાં.
અમેરિકામાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. મહામારીથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવું અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જરુરી છે, પરંતુ ટ્રમ્પે ગત્ત 4-5 મહિનાથી માસ્ક પહેર્યું નથી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલીવાર માસ્ક પહેર્યું છે.
અમેરિકામાં કોરોના મહામારીથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ વખત ડાર્ક રંગનું માસ્ક પહેર્યું હતું. ટ્રમ્પ ઘાયલ સૌનિકોને મળવા માટે વાલ્ટર રીડ પર પહોંચ્યાં હતા. આ દરમિયાન તેમણે ફેસ માસ્ક પહેર્યું હતું.
આ પહેલા શનિવારે ટ્રમ્પે વૉલ્ટર રીડની તેમના પ્રવાસ પહેલા વ્હાઇહાઉસમાં સંવાદદાતાઓને કહ્યું હતું કે, 'મને લાગે છે કે જ્યારે તમે હોસ્પિટલમાં હોવ છો, ખાસ કરીને તે સમયે કે જ્યારે તમે અનેક સૈનિકો સાથે વાત કરો છો ત્યારે માસ્ક પહેરવું ખુબ સારી વાત છે.'