અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપતા જણાવ્યું કે, જો ઈરાક અમેરિકાના સૈનિકોને દેશ છોડવા મજબૂર કરશે, તો અમેરિકા તેના પર પ્રતિબંધ લગાવશે.
ઈરાકની સંસદમાં દેશમાંથી વિદેશી સેનાની હાજરી સમાપત કરવા બાબતના ઠરાવ માટે મતદાન થયું હતું. આ ઠરાવનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાકના જુદા જુદા વિસ્તારમાં રહેલા 5,000 અમેરિકી સૈનિકોને પરત મોકલવાનો છે.
ઉલ્લેખનીય છે કે, આ મતદાનના બે દિવસ પહેલા હવાઈ હુમલામાં જનરલ કાસિમ સુલેમાની હત્યા કરવામાં આવી હતી. જે બાદ તણાવ વધી ગયો હતો.
ઈરાકના ઠરાવમાં ખાસ પ્રકારની સમજૂતીને ખતમ કરવા માટે સંકલ્પબદ્ધ થયા છે. આ સમજૂતી મુજબ ચાર વર્ષ પહેલા અમેરિકાએ ઈસ્લામિક સ્ટેટ સમુહ સામે લડવામાં મદદ કરવા માટે અમેરિકાએ સૈનિકો મોકલ્યા હતા.