ETV Bharat / international

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં ફરી ચૂંટણી પ્રચાર શરૂ

author img

By

Published : Oct 13, 2020, 7:24 AM IST

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના સંક્રમિત હોવા છતા તેઓ તેમની આગામી જાહેર રેલીમાં માસ્ક વિના રવાના થયા હતા. વ્હાઇટ હાઉસના ડોકટરોના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પ સ્વસ્થ છે અને તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના રિપોર્ટ નેગેટિવ

વોશિન્ગટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાથા સંક્રમિત થયા હતાં. જોકે હવે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જે બાદ તેમણે ફરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ટ્રમ્પના અંગત ચિકિત્સક ડો. સીન કોનલે રાષ્ટ્રપતિનો સ્વાસ્થ્ય રિપોર્ટ જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અગાઉ ટ્રમ્પ કોરોના પોઝિટિવ હતા જેથી બીજી ડિબેટ પણ રદ કરવામાં આવી હતી.

કોવિડ સાથેની લડત જીત્યા બાદ આ તેમની પહેલી રેલી હતી. જેના માટે તે સોમવારે માસ્ક વિના ફ્લોરિડા જવા રવાના થયા હતા. જોકે રેલીમાં કોઈએ પણ માસ્ક નહોતો પહેર્યો.

અમેરિકન નિષ્ણાતો પણ ચૂંટણી બેઠકો અંગે સવાલો ઉભા કરી રહ્યા છે. સંક્રામક રોગ નિષ્ણાંત ડો. એન્થોની એસ ફોસીએ જણાવ્યું કે, રેલીઓ માટે આ સમય સૌથી ખરાબ સમય છે.

મીડિયા સાથે વાત કરતાં ફોસીએ કહ્યું કે, અમેરિકામાં જે ચાલી રહ્યું છે, તે ખરેખર એક મોટી સમસ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, અત્યારે ઘણા રાજ્યોમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.

ડો. એન્થોની ફૌસીએ શુક્રવારે કહ્યું કે, વ્હાઇટ હાઉસ દ્વારા એક 'સુપર સ્પ્રેડર' ઇવેન્ટ યોજવામાં આવી હતી, જેમાં ભાગ લેનારા લોકોએ ન તો માસ્ક પહેરેલો હતો કે ન તો સામાજિક અંતરના નિયમોનું પાલન કરતા હતા. જેના કારણે વ્હાઇટ હાઉસમાં વાઇરસ ઝડપથી ફેલાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.