ETV Bharat / international

પુસ્તકનો દાવો- ટ્રમ્પે ફરીથી ચૂંટણી જીતવા માટે જિનપિંગની મદદ લીધી - અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી

અમેરિકા અને ચીન વચ્ચે તનાણ ચાલુ છે, ત્યારે યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને પોતાની નવી પુસ્તકમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોતાના પુસ્તકમાં દાવો કર્યો હતો કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફરીથી જીતવા માટે ચીન પાસેથી મદદ માંગી હતી.

Trump signs bill to sanction Chinese officials over treatment of Uighur
પુસ્તકનો દાવો- ટ્રમ્પે ફરીથી ચૂંટણી જીતવા માટે જિનપિંગની મદદ લીધી
author img

By

Published : Jun 18, 2020, 5:50 PM IST

વૉશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફરીથી જીત મેળવવા માટે જી-20 શિખર સંમેલનમાં ચીની પ્રમુખ શી જિનપિંગની મદદ લીધી હતી. યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટને પોતાની નવી પુસ્તકમાં આ દાવો કર્યો છે.

વ્હાઇટ હાઉસે કહ્યું કે, બોલ્ટનની આગામી પુસ્તકમાં 'ગુપ્ત માહિતી' છે, જેથી ન્યાય વિભાગે આ પુસ્તકના પ્રકાશન પર હંગામી પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. 'ધ રૂમ વેયર ઇટ હેપન: અ વ્હાઇટ હાઉસ મેમોઇર' શીર્ષકવાળા આ પુસ્તકનો ટૂંકો સાર બુધવારે ધ ન્યૂયોર્ક ટાઇમ્સ, વૉશિંગ્ટન પોસ્ટ અને વૉલ સ્ટ્રીટ જર્નલ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ પુસ્તક 23 જૂનથી દુકાનોમાં મળશે.

મહત્વનું છે કે, ગત વર્ષે બોલ્ટનની રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા હકાલપટ્ટી કરાઈ હતી. આ પુસ્તક અંગે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કૈલી મૈકનૈનીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આ પુસ્તકમાં ઘણી ગુપ્ત માહિતીઓ છે, જે અક્ષમ્ય છે. ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટનને પણ સમજવું જોઈએ કે, આ પુસ્તકમાં યુ.એસ. સરકારની ખૂબ ગુપ્ત માહિતીઓ પ્રકાશિત થશે, જે અસ્વીકાર્ય છે. આ પુસ્તકની સમીક્ષા પણ થઈ નથી.

બોલ્ટને પુસ્તકમાં શંકા વ્યક્ત કરી છે કે, શું ચીન વિરુદ્ધ ટ્રમ્પ દ્વારા લેવાયેલ કડક વલણ ચૂંટણીઓ સુધી ટકી રહેશે? ટ્રમ્પનું રાષ્ટ્રપતિ પદ કોઈ વ્યૂહરચના અથવા નીતિ આધારિત નથી, એ માત્ર ટ્રમ્પ પર આધારિત છે. બોલ્ટને દાવો કર્યો કે, ટ્રમ્પે જી-20 સમિટની બાજુમાં 29 જૂન, 2019ના રોજ ઓસાકામાં મળેલી બેઠક દરમિયાન ચીની રાષ્ટ્રપતિને ફરીથી ચૂંટણીમાં મદદ કરવા માટે કહ્યું હતું.

બોલ્ટને દાવો કર્યો કે, યુએસ નેતાઓ ચીન સાથે નવા શીત યુદ્ધની વાત કરીને ખોટી ટિપ્પણી કરી રહ્યાં છે. આમ, ટ્રમ્પે માની લીધું છે કે, ડેમોક્રેટ્સમાં ચીન પ્રત્યે દુશ્મનાવટની ભાવના છે. મહત્વનું છે કે, આગામી સમયમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી છે, ત્યાં આ પુસ્તકનાં અંશો પ્રકાશિત થતા હોબાળો મચી ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.