- અમરિકામાં ગયા વર્ષે અશ્વેત જ્યોર્જ ફ્લોઈડની હત્યા થઈ હતી
- પોલીસે અશ્વેતનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી
- જ્યોર્જનો પરિવાર આજે રાષ્ટ્રપતિ બાઈડનને મળશે
ન્યૂઝ ડેસ્કઃ મિનિયાપોલીસ પોલીસ વિભાગના પ્રવક્તા જોન એલ્ડરે જણાવ્યું હતું કે, અધિકારીઓએ ગોળીની અવાજ અને એક કારને ઘટનાસ્થળથી 2 બ્લોક દૂર ભાગવાની સૂચના પર તરત જ કાર્યવાહી કરી છે. મોટી વાત તો એ છે કે, ગોળીબારીની ઘટના જ્યોર્જ ફ્લોઈડ સ્ક્વાયર પર થઈ છે. આ સ્થળ પર પોલીસે અશ્વેતનું ગળું દબાવી હત્યા કરી હતી.
આ પણ વાંચો- અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ અશ્વેત પ્રદર્શન વિશે શું મત ધરાવે છે?
ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ લઈ જવાયો હતો
પોલીસ પ્રવક્તા એલ્ડરે કહ્યું હતું કે, કોલ કરનારા તરફથી સૂચના મળી હતી કે, એક શંકાસ્પદ વાહનને છેલ્લે પૂરઝડપે વિસ્તારમાંથી બહાર જતી જોવા મળી હતી. થોડી વાર પછી એક વ્યક્તિ નજીકના હોસ્પિટલમાં એક બંદૂકની ગોળી લાગ્યા બાદ સારવાર માટે પહોંચ્યો હતો. પોલીસે તે વ્યક્તિની પણ પૂછપરછ કરી હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હેનેપિન કાઉન્ટી મેડિકલ સેન્ટર લઈ જવાયો છે.
આ પણ વાંચો- અમેરિકામાં ગુજરાતીની હત્યા, ગણદેવીના યુવાનનું અમેરિકાના એટલાન્ટામાં ગળું દબાવી હત્યા કરાઈ
એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં ફ્લોઈડને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી
મિનિએસોટામાં અશ્વેત જ્યોર્જ ફ્લાઈડની હત્યા પછી પૂરા અમેરિકામાં વિરોધ પ્રદર્શન થયું હતું. તે સમયે પણ પોલીસ પર બર્બરતાનો આરોપ લાગ્યો હતો. તે સમય સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ હતી કે, વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસ બહાર વિરોધ પ્રદર્શનના હિંસક થયા પછી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીક્રેટ બંકરમાં જવું પડ્યું હતું. આ ઘટનાનો એક વીડિયો પણ વાઈરલ થયો હતો, જેમાં દોષી પોલીસકર્મી તેનું ગળું પર ઘૂટણથી દબાવી રહ્યો હતો. વીડિયોમાં ફ્લોઈડને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી.