વૉશિંગ્ટનઃ ભારતીય-અમેરિકન ગાયિકા, અનુરાધા પાલકુર્તિએ, જીવલેણ કોરોના વાઈરસ સામે લડવા માટે પોતાનું જીવન જોખમમાં નાખનારા ડોકટર્સના માનમાં એક વીડિયો ગીત રજૂ કર્યું.
યુ.એસ.માં 1 મિલિયન કરતા વધારે ડોકટર્સમાં આઠ ટકાથી વધુ મૂળ ભારતીય ચિકિત્સકો છે . જે કોરોના વાઈરસ સામેની લડતમાં ખડેપગે રહી રાત-દિવસ લોકોની સેવા કરી રહ્યાં છે.
અનુરાધા પાલકુર્તિએઆ ગીત ગાયું છે અને તેનું શીર્ષક છે “રુક્તા હૈ નહીં તું કહિં હાર કે”. બોસ્ટન સ્થિત જુજુ પ્રોડક્શન એક અઠવાડિયાની અંદર તૈયાર કરવામાં આવ્યું છે.
આ ગીત 1974 માં આવેલી ફિલ્મ "ઇમ્તિહાન" નું છે. કુમાર સાનુ, સુરેશ વાડકર અને બપ્પી લહેરી જેવા બોલીવૂડ ગાયકો સાથે કામ કરી ચૂકેલા પાલકૂર્તિએ જણાવ્યું હતું કે, "આપણે આપણા ઘરોમાં સલામત રીતે બેસીએ છીએ, ત્યારે આ લોકો પોતાની ચિંતા કર્યા વિના સ્વેચ્છાએ તેમના કામમાં વ્યસ્ત રહે છે."
તેમણે કહ્યું કે બધાં તેમના ઘરો સુધી સીમિત છે પરંતુ તકનીકીથી ટીમે એકઠા થઈને સમયસર વીડિયો રજૂ કરવામાં મદદ કરી છે. આ ગીત હું મહામારીની વચ્ચે પોતાન જીવ જોખમમાં મૂકીને લોકોની સેવા કરતા ડૉક્ટરોને સમર્પિત કરું છું.
આ ગીત બોસ્ટનના કવિ અને પટકથા લેખક સુનયના કચરૂએ લખ્યું છે. કમલેશ ભડકમકર અને વિજય દયાળ દ્વારા સંગીત આપ્યું છે અને વીડિયો નિખીલ જોશીએ આપ્યો છે.