ન્યૂયોર્કઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નાના ભાઈ રોબર્ટ ટ્રમ્પનું નિધન થયું છે. બિઝનેસમેન રોબર્ટ 71 વર્ષના હતાં. છેલ્લા કેટલાક દિવસથી ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
વ્હાઇટ હાઉસથી જાહેર થયેલા નિવેદનમાં કહેવાયું કે, રોબર્ટ બિમારીથી પીડિતા હતાં. તેમનું શનિવારના રોજ મોત થયું છે. આ અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, "બહુ દુઃખથી કહેવું પડે છે કે, મારા નાના ભાઈનું નિધન થયું છે. તેઓ મારા ભાઈ જ નહીં પણ એક સારા મિત્ર હતાં. તારી યાદો આવતી રહેશે રોબર્ટ. રોબર્ટ, આઈ લવ યુ."
મહત્વનું છે કે, આગામી સમયમાં અમિરેકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીની યોજાવાની છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સામે ડેમોક્રેટ પાર્ટીના જો બાઈડન રાષ્ટ્રપતિ અને કમલા હેરિસ ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે.