વોશિંગ્ટન: અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ એસોસિએશનના નવા અહેવાલમાં, જુલાઈના છેલ્લા બે અઠવાડિયામાં, અમેરિકામાંં 97,000 થી વધુ બાળકો કોરોના વાઇરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
સોમવારે બહાર પડેલા અહેવાલમાં જાણવા મળ્યું છે કે 16 જુલાઇથી 30 જુલાઇ સુધીમાં 97,078 નવા બાળકોમાં 40 ટકાના વધારા સાથે કોરોનાના કેસો નોંધાયા છે.
અહેવાલમાં જણાવાયું છે કે વયની દ્રષ્ટિએ જોવા જઇએ તો, કોરોના વાઇરસના 8.8 ટકા બાળકો છે, રોગચાળાની શરૂઆતથી અત્યારસુધીમાં 3,38,000 થી વધુ બાળકો પ્રભાવિત થયા છે.
હોસ્પિટલમાં દાખલ બાળકોની કુલ સંખ્યા 0.6 થી 3.7 ટકાની વચ્ચે રહી છે, જ્યારે કોવિડથી કુલ મૃત્યુ શૂન્યથી 0.8ની વચ્ચે છે.