ETV Bharat / international

Oil India Limited: ઓઈલ ઈન્ડિયા US શેલ ઓઈલ ઉધોગમાંથી નીકળી બહાર - ઓઈલ ઈન્ડિયા (US) ઇંક

ઓઈલ ઈન્ડિયા (Oil India) અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનએ (OIC) ઓક્ટોબર 2012માં કોલોરાડોમાં હ્યુસ્ટન સ્થિત કૈરિજો ઓઈલ એન્ડ ગેસની નિયોબ્રારા શેલ એસેટ્સમાં સંયુક્ત રીતે 30 ટકા હિસ્સો 8.25 કરોડ ડોલરમાં ખરીદી હતી.

Oil India Limited: ઓઈલ ઈન્ડિયા US શેલ ઓઈલ ઉધોગમાંથી નીકળી બહાર

author img

By

Published : Jan 16, 2022, 6:43 PM IST

નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની ઓઈલ ઈન્ડિયા લિમિટેડ (Oil India) US શેલ ઓઈલ ઉધોગમાંથી બહાર નીકળી ગઈ છે. કંપનીએ તેનો 20 ટકા હિસ્સો સાહસ ભાગીદારને 2.5 મિલિયનમાં વેચી દીધો છે. આ રીતે, તે બે મહિનામાં યુએસ શેલ બિઝનેસમાંથી બહાર નીકળનારી બીજી ભારતીય કંપની છે.

કંપનીએ સ્ટોક એક્સચેન્જોને આપી જાણકારી

કંપનીએ સ્ટોક એક્સચેન્જોને આપેલી સુચનામાં જણાવ્યું હતું કે, ઓઈલ ઈન્ડિયા (US) ઇંકએ (Oil India (US) Inc) નિયોબ્રારા શેલ એસેટ્સમાં તેનો સંપૂર્ણ હિસ્સો વેચી નાંખ્યો છે. ઓઈલ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનએ (OIC) ઓક્ટોબર 2012માં સંયુક્ત રીતે કોલોરાડોમાં હ્યુસ્ટન સ્થિત કેરિઝો ઓઈલ એન્ડ ગેસની નિયોબ્રારા શેલ એસેટ્સમાં 30 ટકા હિસ્સો 8.25 કરોડ ડોલરમાં ખરીદ્યો હતો, જ્યારે OILની પેટાકંપનીએ 20 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો, ત્યારે IOC, તેની સંબંધિત પેટાકંપની દ્વારા, કૈરિઝોની નિયોબ્રારા બેસિનની સંપતિમાં 10 ટકા હિસ્સો હાંસિલ કર્યો હતો.

OILએ હિસ્સો રિસોર્સેસ એલએલસીને વેચ્યો

કુલ 8.25 મિલિયનના કુલ રોકાણમાં 4.12 કરોડ ડોલરના એડવાન્સ ચુકવણી કરવાનો કરાર હતો. આ ઉપરાંત બાકીના 4. 12 મિલિયન કૈરિઝોના ભવિષ્યની ડ્રિલિંગ અને વિકાસના ખર્ચ માટે ચૂકવવાના હતા. ઓઈલ ઈન્ડિયાએ આ હિસ્સો વેદાર્દ રિસોર્સેસ એલએલસીને વેચ્યો છે, જે આ એસેટના ઓપરેટર છે.

OIL પહેલા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બહાર

કૈરિઝોએ જાન્યુઆરી 2018માં નિયોબ્રારાની પ્રોપર્ટી વેદાર્દ રિસોર્સિસને વેચી હતી. તે પછી તે આ પ્રોપર્ટીની નવી ઓપરેટર બની. OIL પહેલા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ યુએસમાં શેલ એસેટ્સમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી. અમેરિકન શેલ એસેટ્સમાં વળતર આકર્ષક ન હોવાથી રિલાયન્સે આ પગલું ઉઠાવવું પડયું હતું.

આ પણ વાંચો:

UNDERSEA VOLCANO ERUPTS IN TONGA: ન્યુઝીલેન્ડ ટોંગા નજીકના દરિયામાં જ્વાળામુખી ફાટ્યો, એલર્ટ જારી

India Give loan Shrilanka: ભારતે નીભાવ્યો માનવ ધર્મ, શ્રીલંકાને આર્થિક સહાય આપી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.