લૉસ એન્જલસ: લૉસ એન્જલસમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 11 ફાયરબ્રિગેડના કર્મચારીઓ ઘાયલ થયા છે અને નજીકની અનેક ઇમારતોમાં આગ લાગી હતી. લૉસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટે આ માહિતી આપી છે.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, શનિવારે સાંજે 6.26 વાગ્યે લૉસ એન્જલસમાં એક માળની બિલ્ડિંગમાં આગ લાગી હતી.
ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગના 230 કરતાં પણ વધારે કર્મચારીઓ પહોંચ્યાં હતાં. તમામ કર્મચારીઓ સુરક્ષિત રીતે આઘ પર કાબૂ મેળવવાં માટે આગ તરફ જઈ રહ્યાં હતાં. આ દરમિયાન 11 કર્મચારીઓ આગની ચપેટમાં આવતાં ગંભીર રીતે ઘાયલ થયાં છે.
હાલ આ કર્મચારીઓ અંગે કોઈ વધારે માહિતી મળી શકી નથી.
લૉસ એન્જલસના મેયર એરિક ગારસેટ્ટીએ ટ્વીટ કર્યું કે, 'અમે અમારા બહાદુર અગ્નિશામકો સાથે છીએ. આ પરિસ્થિતિ પર નજર રાખવા સાથે, અમે વધુ માહિતી મેળવી રહ્યાં છીએ.'