વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાંની પત્ની મિશેલ ઓબામાએ મંગળવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રહાર કરતાં તેમના પર નક્સલવાદી હોવાનો આક્ષેપ કર્યો છે. મિશેલે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ આ કામને લાયક નથી. આ સાથે જ મિશેલે અમેરિકાવાસીઓને અપીલ કરી છે કે દેશની સ્થિરતા માટે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બધા લોકો સમજી વિચારીને મતદાન કરે.
ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઈડનના પક્ષમાં વકાલત કરતાં મિશેલે 24 મીનિટના લાંબા વીડિયો દ્વારા સંદેશો આપા ભાવનાત્મક અપીલ કરી છે. તેમણે અમેરિકાવાસીઓને કહ્યું કે દેશની સ્થિતિ ખુબ જ ખરાબ છે , આવા સમયમાં મતદાતાઓને ખબર હોવી જોઈએ શું દાવ પર લાગ્યું છે. તેથી મતદાતાઓએ સમજી વિચારીને મતદાન કરવું જોઈએ.
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીને લઈ માહોલ ગરમ છે. રાષ્ટ્રપતિ પદ માટે બાઈડન અને ડોનાલ્ડ ટ્રમ્પ સામે સામે છે. એવામાં મિશેલનો આ સંદેશો બાઈડનના તરફેણમાં જોવા મળે છે.