વૉશિંગ્ટન : ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જો બાઈડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનશે. 77 વર્ષના બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ બનનારા સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ છે. બાઈડને જીત બાદ પ્રથમ વખત અમેરિકાની જનતાને સંબોધન કર્યું હતુ. બાઈડને કહ્યું કે, આ રેડ સ્ટેટ અને બ્લૂ સ્ટેટ તરીકે નહી, પરંતુ યૂનાઈટેડ સ્ટેટસ ઑફ અમેરિકાની જોવા મળશે.બાઈડને ટ્રમ્પને કહ્યું તમે મારા દુશ્મન નથી.નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું કે, આ દેશના લોકોએ એક સ્પષ્ટ જીત અપાવી છે. અમે રાષ્ટ્રના ઈતિહાસમાં રાષ્ટ્રપતિ ટિકીટ પર અત્યારસુધી 74 મિલિયન સૌથી વધુ મતથી જીત્યા છે.
બાઈડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ
બાઈડને કહ્યું કે, હું સમજી શકું છુ કે, ડોનાલ્ડ ટ્રમ્પ કઈ રીતે નારાજ છે.આપણે પ્રતિસ્પર્ધી છીએ. ટ્રમ્પને હરાવી વ્હાઈટ હાઉસમાં સ્થાન લેનાર બાઈડન અમેરિકીના ઈતિહાસમાં અત્યારસુધીમાં સૌથી વયોવૃદ્ધ રાષ્ટ્રપતિ હશે. મીડિયા રિપોર્ટ અનુસાર પેન્સિલવેનિયામાં જીત મેળવતા જ 77 વર્ષીય પૂર્વ ઉપરાષ્ટ્રપતિ બાઈડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ હશે.આ રાજ્યમાં જીત મેળવ્યા બાદ બાઈડન 270થી વધુ ઈલેક્ટોરલ મત મળ્યા જે જીત માટે જરુરી હતા. પેન્સિલવેનિયાના 20 ઈલેક્ટોરલ મતની સાથે બાઈડનની પાસે કુલ 273 ઈલેક્ટોરલ મત છે.
56 વર્ષીય કમલા હેરિસ દેશની પ્રથમ ભારતીય અશ્વેત અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ
ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા પહેલા બાઈડને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં ઉપરાષ્ટ્રપતિ પદ પર રહી ચૂક્યા છે. તે ડેલાવેયરના સૌથી લાંબા સમય સુધી સીનેટર રહ્યા છે.ભારતવંશી સીનેટર કમલા હેરિસ અમેરિકાની પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બનશે. 56 વર્ષીય કમલા હેરિસ દેશની પ્રથમ ભારતીય અશ્વેત અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ હશે. બાઈડન અને હેરિસ આગામી વર્ષ 20 જાન્યુઆરીના રોજ શપથ લેશે.