ETV Bharat / international

ઇઝરાઇલ અને બહેરીન શાંતિ કરાર માટે સહમત : ટ્રમ્પ - ઇઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુ

પશ્ચિમ એશિયામાં બહેરીનની સાથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ હેઠળ તેમણે ઘોષણા કરી છે કે, આનાથી ઇઝરાયલ સાથે રાજકીય સબંધ સામાન્ય થશે. ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલાં ટ્રમ્પે યુએઇ અને ઇઝરાયલની વચ્ચે મધ્યસ્થી કરી હતી.

Israel, Bahrain agree to peace deal: Trump
ઇઝરાઇલ અને બહરીન શાંતિ કરાર માટે સહમત : ટ્રમ્પ
author img

By

Published : Sep 12, 2020, 1:07 PM IST

વોશિંગ્ટન : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ એશિયામાં બહેરીન સાથે એક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેમજ ઘોષણા કરી હતી કે, આનાથી ઇઝરાયલની સાથે રાજકીય સબંધ સામાન્ય થવામાં મદદ મળી શકશે.

ટ્રમ્પે આ ઘોષણા ઇઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુ અને બહેરીનના કિંગ હમદ બિન ઇસા અલ ખલીફાની વચ્ચે ફોન પર થયેલી વાતચીત બાદ કરી હતી. એક મહિના અગાઉ ટ્રમ્પે સંયુક્ત અરબ અમીરાત (યૂએઇ) અને ઇઝરાયલની વચ્ચે મધ્યસ્થી કરી હતી. આવતા સપ્તાહે વ્હાઇટ હાઉસમાં યૂએઇ અને ઇઝરાયલના નેતાઓની વચ્ચે એક કરાર થશે.

ટ્રમ્પે સંવાદદાતાઓને જણાવ્યું કે, શાંતિ અને સહયોગની ભાવનાથી પ્રેરિત થઇને નેતન્યાહૂ અને અલ ખલીફા આ બાબત પર સહમત થયાં છે કે, બહેરીન ઇઝરાયલની સાથે પોતાના રાજકીય સંબધો સામાન્ય કરશે.

ટ્રમ્પે જણાવ્યું કે, વાસ્તવમાં આ એક ઐતિહાસિક દિવસ હશે. તેમણે કહ્યું કે, હવે કોઇ દેશ ઇઝરાયલ સાથેના સંબધો સામાન્ય કરી રહ્યો છે ત્યારે અમને વિશ્વાસ છે કે, આ ક્ષેત્ર વધુ સ્થિર, સુરક્ષિત અને સમૃદ્ધ બનશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.