- શિકાગોમાં ભારતના મહાવાણિજ્ય દૂત અમિત કુમારનું નિવેદન
- શિકાગોમાં ગયા અઠવાડિયે યોજાયું હતું ગોલમેઝ સંમેલન
- વિશ્વના સૌથી મોટા અને વિશ્વના સૌથી જૂના લોકતંત્રની થઈ ચર્ચા
વોશિંગ્ટનઃ શિકાગોમાં ભારતના મહાવાણિજ્ય દૂત અમિત કુમારે જણાવ્યું હતું કે, વર્તમાનમાં ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત સંબંધ મહાત્મા ગાંધી અને માર્ટિન લૂથર કિંગ જૂનિયરના વારસાની સાક્ષી પૂરી પાડે છે. અમેરિકી સાંસદના બહુ પરામર્શ કાર્યબળ દ્વારા 26 જાન્યુઆરીએ મેટ્રોપોલિટન એશિયન ફેમિલી સર્વિસની સાથે આયોજિત પહેલા ગાંધી કિંગ વારસા ગોલમેઝ સંમેલનમાં કુમારે આ વાત કહી હતી.
વડાપ્રધાન મોદીએ વિશ્વના દેશોમાં વેક્સિન મોકલી વૈશ્વિક નેતૃત્વ કર્યું
શિકાગોમાં ગયા અઠવાડિયે આયોજિત સંમેલનમાં કુમારે જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારત અને સૌથી જૂના લોકતંત્ર અમેરિકા વચ્ચે અત્યારનો સંબંધ ગાંધી-કિંગ વારસાની સૌથી મોટી સાક્ષી પૂરી પાડે છે. અમિત કુમારે વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ-19ના બચાવ માટે ભારતમાં બનેલી વેક્સિન વિભિન્ન દેશોમાં મોકલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક નેતૃત્વનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.