ETV Bharat / international

જૉ બાઇડનની ટીમમાં ઇન્ડિયન અમેરિકન્સનો દબદબો

જૉ બાઇડન 20 જાન્યુઆરીએ સત્તાવાર રીતે અમેરિકના પ્રમુખ તરીકે હોદ્દો સંભાળશે. તેમની સાથે કામ કરનારી ટીમ પણ તૈયાર થઈ ગઈ છે. સૌથી રસપ્રદ વાત એ છે કે બાઇડનની ટીમમાં ભારતીય મૂળના અનેક નિષ્ણાતોનો જુદા જુદા હોદ્દા પર સમાવેશ કરવામાં આવ્યો છે. વ્હાઇટ હાઉસના સત્તાધીશોની યાદીમાં ચમકી રહ્યા છે તે ભારતીય નામો જાણીએ..

cx
cx
author img

By

Published : Jan 20, 2021, 12:31 PM IST

Updated : Jan 20, 2021, 12:44 PM IST

હૈદરાબાદ: કમલા હૅરિસ, વિવેક મૂર્તિ, ગૌતમ રાઘવન, માલા અડિગા, વિનય રેડ્ડી, ભરત રામમૂર્તિ, નીરા ટંડન, સેલિન ગોન્ડર, અતુલ ગવંડ આ એવા નામો છે, જે અમેરિકામાં ચમકી રહ્યા છે. વ્હાઇટ હાઉસના પટાંગણમાં આ બધા ભારતીય નામો આગામી ચાર વર્ષ સુધી ગુંજતા રહેવાના છે. કમલા હૅરિસને વાઇસ પ્રેસિડન્ટ તરીકે બાઇડને પસંદ કર્યા ત્યારથી જ ઇન્ડિયન અમેરિકન્સનો દબદબો દેખાયો હતો, પરંતુ વિજય પછી એક પછી એક ભારતીયોના નામો પણ મહત્ત્વની કામગીરી માટે જાહેર થઈ રહ્યા છે.

બાઇડન અને હૅરિસ ટીમમાં કૂડીબંધ એટલે કે 20થી પણ વધુ અગત્યની જગ્યાઓ પણ ભારતીયો બિરાજમાન થવાના છે.

dsd
જૉ બાઇડનની ટીમમાં ઇન્ડિયન અમેરિકન્સનો દબદબો
આ જ નામોની મજાક ઉડાવાતી રહી હતી. હારી ગયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નીકટના સાથી સેનેટર ડેવિડ પર્ડ્યૂએ કમલા હૅરિસના નામની મજાક ઉડાવી હતી - "કમાલા? કામાલા? કામલા-માલા-માલા? ખબર નહિ શું નામ છે, જે હોય તે..." મેકોનની ચૂંટણી સભામાં ભારતીય નામની આવી મજાક ઊડાવાઈ હતી, પણ આજે એ જ નામો અમેરિકાના રાજકારણમાં ગુંજી રહ્યા છે. પર્ડ્યૂ કે ટ્રમ્પને સપને પણ ખ્યાલ નહિ હોય કે જેમની તેઓ મજાક ઊડાવી રહ્યા છે, તે ભારતીય નામો વ્હાઇટ હાઉસના અધિકારીઓમાં સૌથી મોટી સંખ્યામાં હશે. આ સેનેટરે મજાક ઊડાવી તે પછી તેમને દેખાડી દેવા માટે જ્યોર્જિયામાં સૌથી વધુ ફંડ રેઇઝિંગ (48 કલાકમાં 18 લાખ ડૉલર) કરવામાં આવ્યું હતું અને જ્યોર્જ રાજ્યની સેનેટની બે બેઠકો પણ મજાક ઊડાવનારા રિપબ્લિકનો પાસેથી છીનવી લેવામાં આવી.
dsds

કમલા હૅરિસ અમેરિકાના સત્તામાળખામાં બીજા સૌથી સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા તે પણ એક ઇતિહાસ છે, પણ સાથોસાથ અમેરિકામાં ઇન્ડિયન અમેરિકન્સ કેવી રીતે વિવિધ ક્ષેત્રમાં સફળ થઈ રહ્યા છે તે પણ બહુ સ્પષ્ટપણે દેખાવા લાગ્યું છે. મેડિકલ સેવા, અર્થતંત્ર, ડિજિટલ કમ્યુનિકેશન, મનોરંજનની દુનિયા, ક્લાઇટ ચેન્જથી માંડીને દરેક ક્ષેત્રમાં આજે દેસીઓનો દબદબો છે. ઇન્ડિયન અમેરિકન અને એશિયન અમેરિકન અમેરિકાના જાહેરજીવનમાં વધુ ને વધુ સફળ થઈ રહ્યા છે. ખાસ કરીને રાજકીય રીતે પોતાની હાજરી પુરાવવા માટે ફંડિંગ અને પ્રચાર સહિતની બાબતોમાં પણ તેમની સંસ્થાઓ અને સંગઠનો અગત્યની ભૂમિકા ભજવે છે.
ds

ભલે કમલાના નામની મજાક ઊડાવાઈ, પણ હવે ભારતીય નામોના ઉચ્ચાર માટે અમેરિકનો સર્ચ કરતાં રહેશે. કમલા પોતાના નામના ઉચ્ચાર માટે ઘણી વાર સ્પષ્ટતા કરતાં રહ્યાં છે. "અર્ધવિરામ માટે જે શબ્દ છે કોમા તેની સાથે લા એ રીતે મારું નામ કોમાલા છે. તેનો અર્થ થાય લૉટર ફ્લાવર, જેનું ભારતીય સંસ્કૃતિમાં ઘણું મહત્ત્વ છે. કમળ પાણીની અંદર ઊગે છે અને તેનું ફૂલ પાણીની ઉપર તેનાથી પર થઈને તરતું રહે છે," એવી રીતે તેઓ સમજાવતા હોય છે," એવું તેમણે પોતાના સંસ્મરણોમાં લખ્યું છે. શ્યામલા ગોપાલને પુત્રીનું નામ કમલા રાખ્યું ત્યારે બહુ વિચારીને રાખ્યું હતું. "જે સંસ્કૃતિમાં દેવી પૂજાતી હોય, તેમાં સશક્ત નારી પેદા થાય છે," એમ કમલા હૅરિસે 2004માં લોસ એન્જલસ ટાઇમ્સને જણાવ્યું હતું.કમલા દેવી વૈભવ અને ભાગ્યની દેવી લક્ષ્મીના 108 નામોમાં એક નામ છે. AAPIના સ્થાપક અને રાજ્યશાસ્ત્રના પ્રોફેસર દત્તા કાર્તિક રામકૃષ્ણને IANS સાથેના તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કમલા હૅરિસ "ચોક્કસ પ્રકારના તમિલ બ્રાહ્મણ પરિવેશમાંથી આગળ આવ્યા છે."

"આમ છતાં મજાની વાત એ છે કે તેઓ ચીલાચાલુ પ્રકારના ઇન્ડિયન અમેરિકન કે એશિયન અમરિકન ઓળખને દૃઢ કરવામાં રસ ધરાવતા નથી. તેઓ પોતાની માતા વિશે કે વડવાઓ વિશે કે ભારતના સગાઓ વિશે વાત કરે ત્યારે બહુ કૌટુંબિક ભાવના સાથે વાત કરે છે. બહુ લોકોને આ અભિગમ સ્પર્શતો હોય છે."ડેમોક્રેટિક પક્ષના ઑગસ્ટ 2020માં યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશનમાં કમલા હૅરિસે કંઈક એવા જ અંદાજમાં પોતાની ઓળખ આપતાં કહ્યું હતું કે: "એક બીજી પણ નારી છે, જેનું નામ જાણીતું નથી, જેના વિશે લોકો જાણતા નથી. એક એવી સ્ત્રી જેના ખભા પર હું ઊભી છું. તે છે મારી મા - શ્યામલા ગોપાલન હૅરિસ."અમેરિકામાં પોતાના નામમાં થોડો ફેરફાર કરીને નવી સંસ્કૃતિ સાથે આત્મસાત થઈ જવાની વાત નવી નથી.અમેરિકા આવેલા ઇમિગ્રન્ટ્સમાંથી ઘણા પોતાના નામમાં ફેરફાર કરીને અમેરિકન લાગે કે શ્વેત લોકોના લાગે તેવું કરતા હોય છે. જોકે બે ડઝન જેટલા ભારતીય નામો વ્હાઇટ હાઉસમાં ગુંજવાના છે, તેમાં પણ ઘણું વૈવિધ્ય છે અને તેમાં પોતાના ભારતીય મૂળિયા દેખાઈ પણ રહ્યા છે. ભારતીય અને બોલવામાં અઘરા લાગતા નામોની મજાક કરવાનું હવે અમેરિકામાં કોઈ વિચારે તેમ લાગતું નથી.

Last Updated : Jan 20, 2021, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.