વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈન્કમ ટેક્સને લઈને ન્યૂયોર્ક ટાઈમ્સે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના ખુલાસામાં એવું કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે 2016 અને 2017માં માત્ર 750 યુએસ ડોલર જ ઈન્કમ ટેક્સ ભર્યો છે. જોકે આ ખુલાસાને ટ્રમ્પે ફેક ન્યૂઝ કહ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ જે વર્ષથી રાષ્ટ્રપતિ પદની હરોળમાં લાગ્યા હતા, ત્યારબાદ વ્હાઈટ હાઉસમાં પોતાની પહેલા વર્ષ દરમિયાન તેમણે માત્ર 750 ડોલર જ ઈન્કમ ટેક્સ ભર્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સે રવિવારે આ માહિતી આપી હતી. ટ્રમ્પ માત્ર એવા રાષ્ટ્રપતિ છે જે પોતાના ઈન્કમ ટેક્સની માહિતી કોઈને ખબર પડવા દેતા નથી. ન્યૂયોર્ક ટાઈમ્સના સમાચાર મુજબ, છેલ્લા 15 વર્ષમાંથી 10 વર્ષ ટ્રમ્પે કોઈ ઈન્કમ ટેક્સ ભર્યો જ નથી. જોકે રાષ્ટ્રપતિ પદ માટે પોતાના અભિયાન દરમિયાન તેમણે પોતાને અરબપતિ રિયલ એસ્ટેટ બિઝનેસમેન તરીકે રજૂ કર્યા હતા. જોકે વ્હાઈટ હાઉસમાં એક સંવાદદાતા સંમેલન દરમિયાન ટ્રમ્પે આ ખબરને ફેક ન્યૂઝ કહી દીધા અને જણાવ્યું કે, તેઓ ઈન્કમ ટેક્સ ભરે છે.
ન્યૂયોર્ક ટાઈમ્સનું કહેવું છે કે, તેમણે બે દાયકાથી વધારે ઈન્કમ ટેક્સના રિટર્નના આંકડા કઢાવ્યા ત્યારબાદ આ જાણકારી બહાર કાઢી છે. જોકે આ ખુલાસો આગામી ચૂંટણીમાં ટ્રમ્પને નુકસાન પહોંચાડી શકે છે. થોડા જ સમય બાદ રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક જો બાઈડેન અને ડોનાલ્ડ ટ્રમ્પનો રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મુકાબલો થવાનો છે. મંગળવારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો વચ્ચે ચર્ચા (પ્રેસિડેન્સિયલ ડિબેટ) થવાની છે.
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, તેમના ઈન્કમ ટેક્સ અંગે ખુલાસો કરવામાં આવશે, પરંતુ આ ખુલાસા માટે તેમણે કોઈ સમય સીમાનો ઉલ્લેખ નહતો કર્યો. જોકે આવા ઘણા વચનો તેમણે 2016માં પ્રચાર અભિયાન દરમિયાન પણ આપ્યા હતા. જોકે બાદમાં તે વચનોનો ક્યાંય પણ ઉલ્લેખ નહતો કરવામાં આવ્યો. જેમને પણ ટ્રમ્પના ઈન્કમ ટેક્સ રિટર્નની માહિતી જોઈએ છે તે તમામ લોકોને ટ્રમ્પે કોર્ટમાં પડકાર આપ્યો હતો, જેમાં અમેરિકી સદન પણ સામેલ છે. અમેરિકી સદન પણ ટ્રમ્પના ઈન્કમ ટેક્સ રિટર્નની માહિતી જોવા માગતું હતું.
ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનના વકીલ એલન ગાર્ટન અને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનના એક પ્રવક્યાએ એસોસિએટેડ પ્રેસના આ મામલા પર કરાયેલી ટિપ્પણી પર કોઈ જવાબ નહતો આપ્યો. ગાર્ટને ટાઈમ્સને કહ્યું કે, તમામ નહીં, પરંતુ મોટા ભાગના તથ્ય સટિક નહીં પ્રતીક હોય છે. તેમણે સમાચાર સંસ્થાને આપેલા નિવેદનમાં કહ્યું કે, રાષ્ટ્રપતિએ સરકારને લાખો ડોલર વ્યક્તિગત ટેક્સ આપ્યો છે. અને આમાં 2015માં તેમની ઉમેદવારીની ઘોષણા થયા બાદ પણ વ્યક્તિગત ટેક્સ તરીકે લાખો ડોલર આપવામાં આવ્યા હતા.