જણાવી દઇએ કે, વરસાદી પાણી આવવાના કારણે કેટલીક ગાડીઓ પાણીમાં સમાઇ ગઇ હતી. જ્યારે કેટલીક ગાડીઓને રાહત કામગીરી કરી અને બહાર કાઢી હતી. અમેરિકામાં આવેલા પુરના કારણે નેશનલ વેધર સર્વિસે જણાવ્યું કે ખતરનાક સ્થિતિ સર્જાય છે.
જણાવી દઇએ કે, વિભાગે જણાવ્યું કે માત્ર બે કલાકના આવેલા વરસાદે પાછળના બધા જ રેકોર્ડને તોડી નાખ્યાં છે.
વધુમાં આપત્તિના સમયે વર્જીનિયાના Fairfax County Fire and Rescueના જણાવ્યાં મુજબ તેઓેએ પુરથી બચવા અત્યાર સુધીમાં 30 થી વધુ કોલના જવાબ આપ્યાં છે.
ઉલ્લેનિય, છે કે પુરની સ્થિતિને જોતા વોશિંગ્ટનમા ઉચ્ચ સંગ્રહાલયો અને સ્મારકોને પણ બંધ કરી દીધા છે. પરંતુ, બચાવ કર્મચારીઓએ તે સમયે લોકોના જીવ બચાવવા, સાથે લોકોને ગાડી ન ચલાવવા પણ સાલાહ આપી હતી.