- હૈતીના શરણાર્થીઓ ટેક્સાસ સીમા પર થયા એકત્રિત, અમેરિકા શરણાર્થીઓને પાછા મોકલવાની બનાવી રહ્યું છે યોજના
- મેક્સિકોની સીમા પાર કર્યા પછી હજારો લોકો શનિવારે ટેક્સાસ સીમા પર આવેલા ડેલ રિયો શહેરમાં ભેગા થયા
- હૈતીના લોકો પાણી, ભોજન અને ડાયપર ખરીદવા માટે શનિવારે બપોરે ફરીથી મેક્સિકો ગયા અને પરત આવી ગયા હતા
ન્યૂઝ ડેસ્કઃ હૈતી દેશમાં ગરીબી, ભૂખમરા અને નિરાશાની લાગણીથી ભાગીને લોકો ટેક્સાસ સીમા પર આવેલા રિયો શહેરમાં ભેગા થયા છે. મેક્સિકોની સીમા પાર કર્યા પછી હજારો લોકો શનિવારે ટેક્સાસ સીમા પર આવેલા ડેલ રિયો શહેરમાં ભેગા થયા હતા. તે પાણી, ભોજન અને ડાયપર ખરીદવા માટે શનિવારે બપોરે ફરીથી મેક્સિકો ગયા અને પરત આવી ગયા હતા.
આ પણ વાંચોઃ પૃથ્વીની પરિક્રમા કર્યા બાદ સુરક્ષિત ફર્યું સ્પેસએક્સનું ડ્રેગન કેપ્સ્યુલ
ગૃહ સુરક્ષા વિભાગે શરણાર્થીઓને અમેરિકાથી પરત મોકલવા અન્ય સ્થળે પહોંચાડ્યા હતા
હૈતીના 32 વર્ષીય જૂનિયર જીને કહ્યું હતું કે, અમે સારા જીવનની શોધ કરી રહ્યા છીએ. ગૃહ સુરક્ષા વિભાગે શનિવારે કહ્યું હતું કે, તેમણે શિબિરથી લગભગ 2,000 શરણાર્થીઓને અમેરિકાથી પરત મોકલવા માટે શુક્રવારે અન્ય સ્થળ પર પહોંચાડ્યા હતા. તેમણે એક નિવેદનમાં એ પણ કહ્યું હતું કે, સોમવારે સવાર સુધી વિસ્તારમાં 300 એજન્ટ અને અધિકારી હાજર રહેશે. જરૂર પડશે તો વધુ એજન્ટ મોકલવામાં આવશે. ડેલ રિયોમાં અચાનક હૈતીના નાગરિકો પહોંચ્યા પછી આ જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે ભારતના કૈલાશ સત્યાર્થીની SDG એડવોકેટ તરીકે કરી નિમણૂક
હૈતી કેટલા લોકોને પરત બોલાવવા માગે છે તેના પર ફ્લાઈટની સંખ્યા નક્કી થશે
અમેરિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમેરિકા એખ દિવસમાં 5થી 8 ફ્લાઈટ પર શરણાર્થીઓને દેશની બહાર મોકલશે. આ ફ્લાઈટ રવિવારથી શરૂ થશે. જ્યારે અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, દરેકનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તો એક અધિકારીએ જણાવ્યું હતું કે, ફ્લાઈટની સંખ્યા તેના પર નિર્ભર કરશે કે, હૈતી કેટલા લોકોને પરત બોલાવવા માગે છે.