ETV Bharat / international

સર્ફસાઈડમાં ઈમારતના કાટમાળમાંથી એક અઠવાડિયા પછી વધુ 4 મૃતદેહ મળ્યા, મૃતકોની સંખ્યા 16 થઈ - Surfside, Florida, USA

અમેરિકામાં ફ્લોરિડીના સર્ફસાઈડમાં ગયા ગુરૂવારે એક ઈમારત પડી જવાથી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જોકે, એક અઠવાડિયા પછી પણ આ ઈમારતના કાટમાળમાંથી મૃતદેહો મળી રહ્યા છે. એક અઠવાડિયા પછી ફરી એક વાર કાટમાળમાંથી વધુ 4 મૃતદેહ મળ્યા છે, જેના કારણે મૃતકોની સંખ્યા 16 સુધી પહોંચી છે. આ સાથે જ 900 બચાવકર્મીઓ કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવાના કામમાં લાગ્યા છે.

સર્ફસાઈડમાં ઈમારતના કાટમાળમાંથી એક અઠવાડિયા પછી વધુ 4 મૃતદેહ મળ્યા, મૃતકોની સંખ્યા 16 થઈ

author img

By

Published : Jul 1, 2021, 9:29 AM IST

  • અમેરિકાના ફ્લોરિડાના સર્ફસાઈડમાં ગયા ગુરૂવારએ એક ઈમારત પડી હતી
  • એક અઠવાડિયાથી ઈમારતના કાટમાળમાં બચાવ કાર્ય ચાલુ છે
  • એક અઠવાડિયા પછી કાટમાળમાંથી ફરી ચાર મૃતદેહ મળ્યા,

સર્ફસાઈડ: અમેરિકાના ફ્લોરિડાના સર્ફસાઈડમાં ઈમારતના કાટમાળથી વધુ ચાર લોકોના મૃતદેહ મળ્યા છે. આ સાથે જ મૃતકોની સંખ્યા 16 સુધી પહોંચી છે. ગયા ગૂરૂવારે થયેલી આ દુર્ઘટના પછી 900 જેટલા બચાવકર્મીઓ સતત કાટમાળમાંથી મૃતકોની તપાસમાં લાગ્યા છે. ફ્લોરિડાના સર્ફસાઈડમાં એક ઈમારત પડી ગઈ હોવાથી તેના કાટમાળમાં અનેક લોકો ફસાયા હતા. જોકે, છેલ્લા એક અઠવાડિયાથી અહીં બચાવકાર્ય ચાલી રહ્યું છે. હાલમાં ફરી ચાર મૃતદેહ મળ્યા છે. આ સાથે જ મૃતકોની સંખ્યા 16 થઈ છે.

આ પણ વાંચો- પાલનપુરમાં 2 વર્ષ અગાઉ 1.17 કરોડના ખર્ચે બનાવેલો બ્રિજ ધરાશાયી

આ ઘટના પછી અત્યાર સુધી 140 લોકો ગુમ છે

મિયામી ડાડેના સહાયક ફાયર ચીફ રેદે જદલ્લાએ જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રે બચાવકર્મીઓને ચાર લોકોનો મૃતદેહ મળ્યો હતો. ઈમારતના કાટમાળમાંથી ગુમ થયેલો લોકોની તપાસ ચાલી રહી છે. આ ઘટના પછી અત્યાર સુધી 140 લોકો ગુમ છે. મિયામી ડાડે કાઉન્ટી કાર્યાલયના ઈમરજન્સી સેવાના પ્રમુખ ચાર્લ્સ સિરિલે જણાવ્યું હતું કે, 900 બચાવકર્મીઓ સતત કાટમાળમાંથી મૃતદેહ તપાસી રહ્યા છે.

આ પણ વાંચો- બિકાનેરમાં નિર્માણાધીન ઈમારત ધરાશાયી થતા 3 લોકોના મોત, 5 ઈજાગ્રસ્ત

મૃત્યુનો આંકડો 16 સુધી પહોંચ્યો

આપને જણાવી દઈએ કે, ગયા ગુરૂવારે ફ્લોરિડાના સર્ફસાઈડમાં એક આવાસીય ઈમારત આંશિક રૂપથી ઢળી જવાથી ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હતા, જેમાં વધુ ચાર લોકોના મૃતદેહ મળવાથી મૃત્યુનો આંકડો 16 સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.