બ્રાઝિલઃ બ્રાઝિલના સીએરા સ્ટેટમાં કોરોના વાઈરસના સંક્રમિત ડોક્ટરને લઈ જતું એક ચાર્ટેડ પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પ્લેનમાં સવાર તમામ 4 લોકોનાં મોત થયા છે.
બીમાર ડોક્ટરને તેના ગૃહરાજ્યમાં સઘન સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વિમાનમાં પાયલટ ઉપરાંત બિમાર ડોક્ટર અને તેની સારવાર કરનારા બે તબીબી કર્મચારીઓ સહિત કુલ ચાર લોકો હતા.
જોકે, સીએરા ફાયર ડિપાર્ટમેન્ટ અને સાઓ બર્નાર્ડો મ્યુનિસિપાલિટી આ અંગે કોઇ જાણકારી આપી ન હતી.