બ્રાઝિલિયા: ઉત્તરપૂર્વીય બ્રાઝિલના રાજ્ય બાહિયાના (Northeastern Brazilian state of Bahia) કુલ 116 શહેરોમાં ભારે વરસાદને કારણે મંગળવારે આવેલા પૂરને કારણે કટોકટીની સ્થિતિ (State of emergency because of flooding) સર્જાઈ છે. નવેમ્બરના અંતથી આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બ્રાઝિલના ઉત્તર અને દક્ષિણપૂર્વના ઓછામાં ઓછા પાંચ અન્ય રાજ્યોના શહેરો પણ તાજેતરના દિવસોમાં પૂરથી ભરાઈ ગયા છે.
50 શહેરોમાં પૂરપ્રકોપ
બાહિયામાં પૂરને કારણે 4,70,000થી વધુ લોકો પ્રભાવિત (People affected due to flood)થયા છે. ઓછામાં ઓછા 50 શહેરોમાં ઘરો અને વ્યવસાયિક સંસ્થાઓમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને તેમનો સામાન છોડવાની ફરજ પડી હતી. રાજ્ય સરકારના સત્તાવાર આંકડાઓ અનુસાર 34,163 લોકો બેઘર બન્યા છે અને લગભગ 43,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં પૂરના કારણે કુલ 21 લોકોના મોત થયા છે અને 358 લોકો ઘાયલ થયા છે.
આ પણ વાંચોઃ ભારે દબાણ વચ્ચે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ મંત્રીમંડળમાં ફેરફાર કર્યો
32 વર્ષમાં સૌથી વધુ વરસાદ
બ્રાઝિલ સરકારી એજન્સી 'નેશનલ સેન્ટર ફોર મોનિટરિંગ એન્ડ એલર્ટ ઓફ નેચરલ ડિઝાસ્ટર'ની વેબસાઈટ અનુસાર છેલ્લા 32 વર્ષમાં આ સમયગાળા દરમિયાન બાહિયામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ બાહિયામાં વર્ષના આ સમયે સામાન્ય કરતાં પાંચ ગણો વધુ વરસાદ થયો છે. બહિયાના ગવર્નર રુઇ કોસ્ટાએ મંગળવારે સવારે સ્થાનિક રેડિયો સ્ટેશનો પર એક મુલાકાતમાં પરિસ્થિતિની તુલના "બોમ્બમારા" સાથે કરી હતી. તેમણે એ પણ ધ્યાન દોર્યું કે કેટલાક શહેરોમાં પૂરમાં કોરોના વાયરસની રસીઓ નાશ પામી હતી, કેટલીક મ્યુનિસિપલ હેલ્થ ઓફિસો અને દવાના ડેપો સંપૂર્ણપણે ડૂબી ગયા હતાં.
આ પણ વાંચોઃ બ્રાઝિલ કોરોના સંકટ: કુલ કેસ 20 લાખથી વધુ, મૃત્યુઆંક 76,000ને પાર
બાહિયામાં 5 ડેમ તૂટવાનું જોખમ
બાહિયાના સિવિલ ડિફેન્સ સુપરિન્ટેન્ડેન્ટ (Bahia's Civil Defense superintendent Col. Miguel Filho) કર્નલ મિગુએલ ફિલ્હોએ જણાવ્યું હતું કે હજુ પણ પૂર જેવી સ્થિતિ છે અને શહેર અલગ પડી ગયું છે. હજુ પણ વરસાદ ચાલુ છે. તેમણે કહ્યું કે અમારો પ્રથમ પ્રતિસાદ લોકોને મદદ કરવાનો છે, પછી આશ્રય આપવો અને આશ્રયસ્થાનોમાં લોકોની સંભાળ રાખવા માટે માનવતાવાદી સહાય, ચાદર, ધાબળા, ખોરાક પ્રદાન કરવાનો છે.. તેમણે કહ્યું કે બાહિયામાં ઓછામાં ઓછા પાંચ ડેમ તૂટવાનું જોખમ (Dams in Bahia are at risk) છે.
લા નીનાની અસરમાં દેમાર વરસાદ
સરકારના વિજ્ઞાન મંત્રાલયે ગયા અઠવાડિયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વાતાવરણીય ઘટના લા નીનાને કારણે સરેરાશથી વધુ વરસાદ થાય છે. જેણે બાહિયા સહિત બ્રાઝિલના કેટલાક પ્રદેશોમાં વરસાદને વધારી દીધો છે. અગ્રણી ક્લાઈમેટોલોજિસ્ટ કાર્લોસ નોબ્રેએ જણાવ્યું કે બાહિયાની વર્તમાન સ્થિતિ ગ્લોબલ વોર્મિંગને કારણે છે.