કોર્પસ ક્રિસ્ટી (યુ.એસ.): યુ.એસ. માં ટેક્સાસ નૌકા મથક પર ફાયરિંગની ઘટનાની તપાસ 'આતંકવાદ સંબંધિત' કેસ તરીકે કરવામાં આવી રહી છે. આ હુમલામાં નૌકાદળના જવાન ઇજાગ્રસ્ત થયા હતા અને હુમલો કરનાર માર્યો ગયો હતો.
અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારે સવારે 6.15 કલાકે નેવલ એર સ્ટેશન-કોપર્સ ક્રિસ્ટી પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. બંદૂકધારી એક વાહનમાં સવાર હતો અને નૌકાદળના ગેટ પરથી તેજીથી ઘુસવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુરક્ષા દળો દ્વારા તેને સમયસર અટકાવવામાં આવ્યો હતો.
આ પછી, હુમલો કરનારો કારમાંથી નીચે આવ્યો અને ફાયરિંગ શરૂ કર્યું હતું. જેમાં નેવીનો એક જવાન ઇજાગ્રસ્ત થયો હતો. સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યો બંદૂકધારી ગયો હતો.
FBIના વિશેષ એજન્ટ લિયા ગ્રીવ્સે ગુરુવારે બપોરે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, એજન્સી ગોળીબારને "આતંકવાદ સંબંધિત ઘટના" ગણાવી રહી છે અને તેમાં કોણ સામેલ છે તે શોધવા માટે પ્રયાસ કરી રહી છે.
ગ્રીવ્સે કહ્યું કે, અમે એ તારણ મળ્યું છે કે, નૌસૈન્ય વાયુ સ્ટેશન કૉપર્સ ક્રિસ્ટીમાં થયેલી ઘટના આતંકવાદ સાથે જોડાયેલી છે.
તેમણે કહ્યું કે, રાજ્ય, સ્થાનિક અનં સંધીય સહયોગની સાથે મળીને તેની તપાસ કરવામાં આવી રહી છે.
જો કે, ગ્રીવ્સે એ જણાવ્યું ન હતું કે, આ હુમલાનું કારણ શું હોય શકે છે અથવા તપાસકર્તા કોઇ નિર્ણય પર કઇ રીતે પહોંચે કે આ આતંકી હુમલો હતો.