ETV Bharat / international

દિલ્હી હિંસા અંગે ટ્રમ્પના નિવેદન, સેન્ડર્સે નેતૃત્વની નિષ્ફળતા ગણાવી

ભારતની મુલાકાત દરમિયાન હિંસાની ઘટનાઓ વિશે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, "જ્યાં સુધી વ્યક્તિગત હુમલાની વાત છે, ત્યાં સુધી મેં આ વિશે સાંભળ્યું પણ મોદી સાથે ચર્ચા કરી નથી. "આ ભારતનો મામલો છે." ટ્રમ્પના આ નિવેદન બાદ અમેરિકી રાષ્ટ્રપતિની ટીકા કરતા ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સેન્ડર્સે કહ્યું હતું કે, "ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન નવી દિલ્હીમાં થયેલી હિંસા અંગેનું તેમનું નિવેદન નેતૃત્વની નિષ્ફળતા છે."

delhi violence
delhi violence
author img

By

Published : Feb 27, 2020, 2:57 PM IST

વોશિંગ્ટન: ભારતની રાજધાની નવી દિલ્હીમાં હિંસા અંગે અમેરિકી ધારાસભ્યોએ પ્રતિક્રિયા આપ્યાના એક દિવસ પછી ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બર્ની સેન્ડર્સે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર માનવાધિકાર મુદ્દે નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિની ટીકા કરતા સેન્ડર્સે કહ્યું હતું કે, "ટ્રમ્પનું ભારત પ્રવાસ દરમિયાન નવી દિલ્હીમાં થયેલી હિંસા અંગેનું નિવેદન નિષ્ફળતા તરફ દોરી રહ્યું છે."

જ્યારે તેમની ભારતની મુલાકાત દરમિયાન હિંસાની ઘટનાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, જ્યાં સુધી વ્યક્તિગત હુમલાની વાત છે, ત્યાં સુધી મેં તેના વિશે સાંભળ્યું પણ વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરી નથી" આ ભારતનો મામલો છે.

આ મુદ્દે પ્રતિક્રિયા આપતા સેન્ડર્સે બુધવારે ટ્વીટ કર્યું હતું કે, "200 કરોડથી વધુ મુસ્લિમો ભારતને પોતાનું ઘર કહે છે." મુસ્લિમ વિરોધી ટોળાની હિંસામાં ઓછામાં ઓછા 32 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા છે. ટ્રમ્પે જવાબ આપતા કહ્યું, "આ ભારતનો મામલો છે. આ માનવાધિકાર પરના નેતૃત્વની નિષ્ફળતા છે."

ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત દરમિયાન દિલ્હી હિંસાની ચિંગારી જ્વાળાઓમાં પરિણમી રહી હતી, ત્યારે ટ્રમ્પના સ્વાગતમાં ડૂબેલી સરકારે સામાન્ય નાગરિકોની હિતની કોઈ દરકાર કરી નહોતી. જેના કારણે કેટલાય સમયથી ચાલી રહેલા વિરોધ આંદોલને હિંસક સ્વરૂપ લીધું. આમ, ક્યાંક સરકારની બેદરકારીના કારણે આજે દિલ્હી ભડકે બળી રહ્યું છે. જેનો ભોગ નિર્દોષ લોકોને બનવું પડી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.