ETV Bharat / international

હૈતીમાં ભૂકંપના કારણે મત્યુઆંક 1297 પર પહોંચ્યો, 2800 લોકો ઇજાગ્રસ્ત - હૈતીમાં ભયાનક ભૂકંપ

હૈતીના ભૂકંપના કારણે મૃત્યુઆંક વધીને 1297 થયો છે અને લગભગ 2,800 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તીવ્ર ભૂકંપમાં ઓછામાં ઓછા 860 મકાનો નષ્ટ થયા છે અને 700 થી વધુને નુકસાન થયું છે. હૈતીના વડાપ્રધાને દેશમાં એક મહિના લાંબી કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.

હૈતીમાં ભૂકંપના કારણે મત્યુઆંક 724 પર પહોંચ્યો

author img

By

Published : Aug 16, 2021, 6:45 AM IST

Updated : Aug 16, 2021, 9:38 AM IST

  • હૈતીમાં ભૂકંપના કારણે 1297ના મોત
  • 2,800 લોકો ઇજાગ્રસ્ત
  • 860 મકાનો નષ્ટ થયા

લેસ કાયેસ : હૈતીમાં શનિવારે 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો હતો જેમાં 1297 લોકોના મોત થયા છે અને 2800થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.હૈતીના નાગરિક પ્રોટેક્શન એજન્સીના ડિરેક્ટર જેરી ચાન્ડલરે અગાઉ એક નિવેદનમાં કહ્યું હતું કે,મૃત્યુઆંક 304 છે અને મોટાભાગના જાનહાનિ દેશના દક્ષિણમાં થઇ છે.

યુએસ જિયોલોજિકલ સર્વેનું નિવેદન

શનિવારે આવેલા ભૂકંપ અને ભૂસ્ખલનથી કેટલાક શહેરો સંપૂર્ણપણે તબાહ થઈ ગયા હતા જેના કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો. ભૂકંપને કારણે, પહેલાથી જ કોરોના વાયરસ રોગચાળાથી ખરાબ રીતે પ્રભાવિત હૈતીના લોકોની તકલીફ વધુ વધી ગઇ છે.યુએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર રાજધાની પોર્ટ ઓ પ્રિન્સથી 125 કિલોમીટર દૂર હતું. આગામી સપ્તાહની શરૂઆતમાં મુશ્કિલીઓ વધુ વકરી શકે છે કારણ કે હરિકેન ગ્રેસ સોમવાર કે મંગળવાર સુધીમાં હૈતી સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો : અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગનીએ દેશ છોડ્યું, કાબુલમાં અમેરિકન દૂતાવાસમાં પહોંચ્યા હેલિકોપ્ટર

લોકો આખી આખી રાત શેરીઓમાં વિતાવા પર મજબુર

બેઘર લોકો અને જેમના મકાનો તૂટી જવાના છે તેઓએ આખી આથી રાત શેરીઓમાં વિતાવી પડી રહી છે. વડાપ્રધાન એરિયલ હેનરીએ કહ્યું કે, તેઓ એવા સ્થળોએ મદદ મોકલી રહ્યા છે જ્યાં શહેરો તબાહ થઈ ગયા હતા અને હોસ્પિટલો દર્દીઓથી ભરેલા છે.વડાપ્રધાને દેશભરમાં એક મહિના લાંબી કટોકટીની સ્થિતિ જાહેર કરી છે અને કહ્યું છે કે, જ્યાં સુધી નુકસાનનું મૂલ્યાંકન ન થાય ત્યાં સુધી તેઓ આંતરરાષ્ટ્રીય મદદ લેશે નહીં. તેમણે કહ્યું કે કેટલાક શહેરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતે કોરોના વેક્સિનેશનના 4 કરોડ ડોઝ આપવાની કામગીરી પૂર્ણ કરી

હૈતીના લોકોને એક થવા અપીલ

તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ અને અસરગ્રસ્ત વિસ્તારોની હોસ્પિટલો ઇજાગ્રસ્તોની સંભાળ લઈ રહી છે. તેમણે હૈતીના લોકોને આ સમયે એક થવાની અપીલ કરતા કહ્યું કે, જરૂરિયાતો વધુ છે. આપણે ઇજાગ્રસ્તોનું ધ્યાન રાખવું જરૂરી છે. ખોરાક, સહાય, કામચલાઉ આશ્રય અને મનોવૈજ્ઞાનિક સહાય પૂરી પાડવી પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા 860 ઘરો પડી ગયા છે અને 700 થી વધુને નુકસાન થયું હતું. હોસ્પિટલો, શાળાઓ, કચેરીઓ અને ચર્ચો પણ પ્રભાવિત થયા છે.

Last Updated : Aug 16, 2021, 9:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.