- અમેરિકાના ટેક્સાસમાં થયો ભયાનક માર્ગ અકસ્માત
- અકસ્માતમાં 130થી વધુ ગાડીઓ વચ્ચે ટક્કર થઈ હતી
- માર્ગ દુર્ધટનામાં 6 લોકોના મોત તો 50થી વધુ લોકો ઘાયલ થયા
ટેક્સાસ: અમેરિકાના ટેક્સાસમાં થયેલા ભયાનત માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ સંદર્ભમાં, ફોર્ટ વર્થ પોલીસ વિભાગના પ્રવક્તા ડેનિયલ સેગુરાએ જણાવ્યું હતું કે, લગભગ 20 વર્ષની તેમની ફોર્ટ વર્થ કારકિર્દીમાં તેણે પહેલીવાર આવું કંઈક જોયું હતું.
માર્ગ દુર્ધટનામાં 6 લોકોના મોત તો 50થી વધુ લોકો ઘાયલ થયા
સેગુરાએ કહ્યું કે, અત્યાર સુધીમાં 6 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. તેમણે જણાવ્યું કે, લગભગ 6 વાગ્યાની આસપાસ મોટી ઘટના થઈ હોવાનો ફોન આવ્યો હતો અને બાદમાં કાર્યવાહી કરવામાં આવી હતી.
અકસ્માત એટલો મોટો હતો કે ફ્રીવે બંધ કરવો પડ્યો
ડેનિયલ સેગુરાના જણાવ્યા મુજબ, ફાયર અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ પણ તાત્કાલિક બચાવમાં જોડાયા હતા. તેમણે કહ્યું કે, મોટા પાયે અકસ્માત થતાં અમારે ફ્રીવે બંધ કરવો પડ્યો હતો.
અકસ્માત અંગે સંપૂર્ણ માહિતી મેળવતા લાંબો સમય જશે
તેમણે કહ્યું કે, આ દુર્ઘટનામાં સામેલ પરિબળોની સંપૂર્ણ તપાસ કરવામાં લાંબો સમય જશે. સેગુરાએ જણાવ્યું હતું કે, અંદાજે 75થી 130 ગાડી વચ્ચે ટક્કર થઈ છે પરંતુ આ સંખ્યા વધારે પણ હોઈ શકે છે.