ETV Bharat / international

કોરોનાના ડરે શિકાગો એરપોર્ટ પર 3 મહિના સુધી રોકાનારા ભારતીયને કોર્ટે નિર્દોષ છોડ્યો - ઓ'હારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

કોરોના વાયરસ (Coronavirus)ના ડરથી 3 મહિના સુધી શિકાગો એરપોર્ટ (Chicago Airport) પર રહેનારા ભારતીયને કોર્ટે મુક્ત કર્યો છે. ઉડ્ડયન વિભાગ (Department of Aviation)ના પ્રવક્તા ક્રિસ્ટીન કારિનોએ જણાવ્યું હતું કે, આદિત્ય સિંહે કોઈ ઉલ્લંઘન કર્યું નથી, ન તો તેણે કોઈ સલામત વિસ્તારમાં અયોગ્ય રીતે પ્રવેશ કર્યો છે.

કોરોનાના ડરે શિકાગો એરપોર્ટ પર 3 મહિના સુધી રોકાનારા ભારતીયને કોર્ટે નિર્દોષ છોડ્યો

author img

By

Published : Oct 28, 2021, 4:58 PM IST

  • ઓ'હારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 3 મહિના સુધી રહેનારા ભારતીયને કોર્ટે મુક્ત કર્યો
  • કોરોનાના ડરે ભારત આવવાની જગ્યાએ એરપોર્ટ પર જ રોકાઈ ગયો
  • ઉડ્ડયન વિભાગના પ્રવક્તા ક્રિસ્ટીન કારિનોએ કહ્યું- આદિત્યએ કોઈ ઉલ્લંઘન કર્યું નથી

શિકાગો: કોવિડ-19 (Covid 19)ના ડરની વચ્ચે ભારત જવાની જગ્યાએ શિકાગો (Chicago)ના ઓ'હારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (O'Hare International Airport)ના એક ટર્મિનલ પર 3 મહિના સુધી રહેનારા ભારતીય વ્યક્તિને અહીંની એક કોર્ટે તેને અનધિકૃત પ્રવેશ (Unauthorized Entry)ના આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

આદિત્ય સિંહને આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યો

શિકાગો ટ્રિબ્યૂનના સમાચાર પ્રમાણે કુક કાઉન્ટીના જજ એડ્રિન ડેવિસે આદિત્ય સિંહ (37)ને આ અઠવાડિયે આરોપમાંથી મુક્ત કરી દીધો છે. જો કે હવે આદિત્ય સિંહે શુક્રવારના ફરી કોર્ટમાં હાજર રહેવું પડશે, કેમકે તેના પર આરોપ છે કે ગેરકાયદેસર પ્રવેશના આરોપ લાગ્યા બાદ ઇલેક્ટ્રોનિક રીતે દેખરેખ કરવા દરમિયાન તેમણે નિયમોનું ઉલ્લંઘન કર્યું.

આદિત્યએ કોઈ ઉલ્લંઘન નથી કર્યું - ઉડ્ડયન વિભાગના પ્રવક્તા

ઉડ્ડયન વિભાગના પ્રવક્તા ક્રિસ્ટીન કારિનોએ જણાવ્યું હતું કે, આદિત્ય સિંહે કોઈ ઉલ્લંઘન કર્યું નથી, ન તો તેણે કોઈ સલામત વિસ્તારમાં અયોગ્ય રીતે પ્રવેશ કર્યો છે. દરરોજ આવતા હજારો મુસાફરોની જેમ જ તે ત્યાં આવ્યો હતો. આદિત્ય સિંહ લગભગ 6 વર્ષ પહેલા સ્ટડી માટે અમેરિકા આવ્યો હતો અને કેલિફોર્નિયાના ઑરેન્જમાં રહેતો હતો. ગત વર્ષે ઑક્ટોબરમાં ભારત પરત ફરતા સમયે પોતાની યાત્રાના પહેલા પડાવ તરીકે લોસ એન્જેલસથી શિકાગો આવ્યો હતો.

કોરોનાના ડરે એરપોર્ટ પર જ રોકાઈ ગયો

જાન્યુઆરીમાં આદિત્ય સિંહની ત્યારે ધરપકડ કરવામાં આવી જ્યારે યુનાઇટેડ એરલાઇન્સના 2 કર્મચારીઓએ જોયું કે તેણે બેજ પહેરેલો છે, જે ખોવાયાની ફરિયાદ થોડાક સમય પહેલા એરપોર્ટના એક અધિકારીએ કરી હતી. આદિત્ય સિંહે જણાવ્યું કે, તે એરપોર્ટ પર જ રોકાઈ ગયો, કેમકે કોરોના વાયરસના ડરથી તે વિમાનમાં ચડવા નહોતો ઇચ્છતો. 3 મહિના સુધી અજાણ્યા લોકોએ તેને ભોજન ઉપલબ્ધ કરાવ્યું.

આ પણ વાંચો: અનિતા આનંદ જ નહીં, અનેક દેશોમાં મહત્વના પદ પર છે ભારતીય મૂળના લોકો

આ પણ વાંચો: ભારતીય મૂળની અનિતા આનંદ કેનેડાના નવા સંરક્ષણ પ્રધાન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.