ETV Bharat / international

Covid-19 અમેરિકાઃ ન્યૂયોર્કમાં 24 કલાકમાં 758 લોકોનાં મોત, અમેરિકામાં મૃત્યુ આંક 22 હજારને પાર...

author img

By

Published : Apr 13, 2020, 12:31 PM IST

અમેરિકામાં કોરોના વાઇરસનો કહેર ચાલુ છે. દેશમાં આ વાઇરસના કારણે 22 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. જ્યારે ન્યૂયોર્ક રાજ્ય દેશમાં કોરોનાનું કેન્દ્ર બની ગયું છે. રાજ્યમાં આ મહામારીથી ગત 24 કલાકમાં 758 લોકોનાં મોત થયાં છે.

ETV BHARAT
અમેરિકામાં 22 હજાર મોત, ન્યૂયોર્કમાં 24 કલાકમાં 758 લોકોનાં મોત

ન્યૂયોર્કઃ સમગ્ર દુનિયામાં કોરોના મહામારી ફેલાઇ છે. આ મહામારીથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ અમેરિકા છે. દેશમાં કોરોના વાઇરસથી સૌથી વધુ 22,115 લોકોનાં મોત થયાં છે. જ્યારે ન્યૂયોર્કની કોરોના વાઇરસથી ખરાબ સ્થિતિ થઇ છે. રાજ્યમાં આ મહામારીની ઝપેટમાં આવવાથી 24 કલાકમાં 758 લોકોનાં મોત થયાં છે.

ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રયૂ ક્યુમોએ કહ્યું કે, 11 એપ્રિલના રોજ સંક્રમણના કારણે 758 લોકોનાં મોત થયાં હતાં.

અમેરિકામાં આ મહામારીથી 5,06,433 લોકો સંક્રમિત છે. જ્યારે ન્યૂયોર્કમાં 1,80,458 લોકો સંક્રમિત છે અને રાજ્યમાં અત્યાર સુધી આ મહામારીથી 9,385 લોકોનાં મોત થયાં છે.

રાજ્યમાં કોવિડ-19થી 1,80,458થી વધુ લોકો સંક્રમિત છે અને મરનારા લોકોની સંખ્યા 9,385 છે.

સમગ્ર દુનિયામાં આ મહામારીથી 18,53,155 લોકો સંક્રમિત છે. જ્યારે આ મહામારીની ઝપેટમાં આવવાથી 1,14,247 લોકોનાં મોત થયાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.