વોશિંગ્ટન : અમેરિકામાં કોરોના વાઇરસનો પગ પેસારો થયો છે જે થંભવાનું નામ નથી લઇ રહ્યો. દેશમાં આ મહામારીથી છેલ્લા 24 કલાકમાં 1509 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે આ મહામારીથી દેશમાં 5,50,000 લોકો સંક્મિત થયા છે. આ આંકડા જોન હાપ્કિંસ યૂનિવર્સીટી મુજબ છે.
અમેરિકામાં આ મહામારીથી અત્યાર સુધીમાં 23,529 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે દેશમાં 5,50,000 લોકો સંક્રમિત થયા છે.
ન્યૂયોર્ક રાજ્ય અમેરિકામાં કોરોના વાઇરસનું કેન્દ્ર બન્યું છે. જ્યાં રાજ્યમાં 10,000 લોકોથી વધુ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ઓછામાં ઓછા 2 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે.
દેશના માત્ર ન્યૂયોર્કમાં જ સંક્રમિતોથી મૃતકોની સંખ્યા ચીન અને બ્રિટનથી પણ વધુ થઇ છે.