વોશિંગ્ટનઃ ચીન પર કોરોના વાયરસ વિશે તથ્યો છુપાવવાનો આરોપ લગાવતા અમેરિકાના વિદેશપ્રધાન માઇક પોમ્પિયોએ શનિવારે કહ્યું કે રાષ્ટ્રપતિ શી જિનપિંગની આગેવાની હેઠળની સરકારને કોરોના વાઇરસ પર જવાબદાર રહેવાની જરૂર છે. અને કોરોના વાઇરસ વિશ્વભરમાં ઝડપથી કેવી રીતે ફેલાઇ રહ્યો છે તે ચીનની સરકારે બતાવવુ જોઇએ.
પોમ્પિયોએ કહ્યું કે ચીનની સરકારે આ અંગે ખુલાસો કરવાની જરૂર છે. અને ચીન કહે છે કે તેઓ સહકાર આપવા માંગે છે. જો ચીન સહકાર આપવા માંગતુ હોય તો આનો શ્રેષ્ઠ રસ્તો એ જ છે કે ચીન દુનિયાભરના વૈજ્ઞાનિકોને ચીનમાં આવવાની મંજુરી આપે જેથી કરીને જાણી શકાય કે આ વાઇરસ કેવી રીતે આવ્યો અને આટલો ઝડપથી કેમ ફેલાયો.
પોમ્પિયોએ કહ્યું કે ત્યાના નેતૃત્વને વાયરસ વિશે સામાન્ય લોકોમાં વ્યાપક થતાં પહેલા જ તેમને જાણકારી હતી. વધુમાં તેમણે કહ્યું કે તે ખુબ જ જોખમી કહેવાય કારણ કે જ્યારે કમ્યુનિસ્ટ પાર્ટીને ખબર પડી કે ખરેખર શું થયું છે, ત્યાં સુધીમાં તો ઘણા કોરોનાના કિસ્સાઓ, ઘણાં આંદોલન, અને વિશ્વભરમાં ઘણી યાત્રાઓ થઇ ગઇ હતી. આ તે પ્રકારના કાર્યો છે જે લોકશાહી સરકારો નથી કરતા આથી જ પારદર્શિતાનો અભાવ થવાનું જોખમ રહેલું છે.
પોમ્પિયોનુ આ નિવેદન એવા સમયે આવી છે કે જ્યારે ટ્રમ્પ પ્રશાસને ચીનની જવાબદારી પર સવાલ ઉઠાવ્યા છે.
ઉલ્લેખનિય છે કે કેટલાક નિષ્ણાંતોએ પણ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને કોરોના વાઇરસના વ્યાપક ફેલાવા અંગેની માહિતી છુપાવવા, નાશ કરવા અને છેડછાડ કરવાની સાથે લોકોની અવાજને દબાવવા બદલ ટીકા કરી હતી.