ETV Bharat / international

પડકારો બાઇડેનને મહાન પ્રમુખ બનાવશે : પૉલ એસ. હર્નસન - American democracy

અમેરિકા ભારે વિભાજિત છે. ડેમોક્રેટિક અને રિપબ્લિકન મતદારો અને રાજકારણીઓને વિભાજિત કરતી ઊંડી ખાઈ છે. સમર્થનમાં વિભાજન વ્યાપક સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક અને વૈચારિક વિભાજન બનાવે છે.

પડકારો બાઇડેનને મહાન પ્રમુખ બનાવશે : પૉલ એસ. હર્નસન

author img

By

Published : Jan 31, 2021, 6:03 PM IST

૧. અત્યારે યુનાઇટેડ સ્ટેટ્સ કેટલું એક છે?

અમેરિકા ભારે વિભાજિત છે. ડેમોક્રેટિક અને રિપબ્લિકન મતદારો અને રાજકારણીઓને વિભાજિત કરતી ઊંડી ખાઈ છે. સમર્થનમાં વિભાજન વ્યાપક સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક અને વૈચારિક વિભાજન બનાવે છે.

ડેમોક્રેટ લોકો શિક્ષિત વ્હાઇટ કૉલર કામદારો છે જેઓ માને છે કે સરકારે અસમાનતા, પર્યાવરણ, વંશીય અન્યાય, આંતરરાષ્ટ્રીય સહાય વગેરેને ઉકેલવામાં સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. ઘણા લોકો ઓળખના રાજકારણ પર ભાર મૂકે છે. તેઓ બિનસાંપ્રદાયિક, અલગ-અલગ જીવનશૈલી પ્રત્યે સહિષ્ણુ, બંદૂક પર નિયંત્રણને સમર્થન કરનારા અને રાષ્ટ્રીય સરકારી રેડિયો સાંભળનારા છે. મોટા ભાગના આપ-લેના રાજકારણને સમજે છે, કાયદાના શાસનમાં માને છે અને રાજકીય પ્રક્રિયાઓ તેમજ બંધારણની કદર કરે છે.

પરંપરાગત રિપબ્લિકનો સામાન્ય રીતે મુક્ત બજાર, મજબૂત સુરક્ષા અને રૂઢિગત મૂલ્યોમાં માને છે. કેટલાક વેપાર માલિકો, આર્થિક જગતના માંધાતા અને ખૂબ સમૃદ્ધ છે. તેઓ આપ-લેનું રાજકારણ સમજે છે, કાયદાના શાસનમાં માને છે અને રાજકીય પ્રક્રિયાઓ તેમજ બંધારણની કદર કરે છે.

ટ્ર્મ્પના રિપબ્લિકન મતદારો મોટા પ્રમાણમાં અશિક્ષિત, બ્લુ કૉલર કામદારો છે- તેમાંના મોટા ભાગનાએ તેમની નોકરી ગુમાવી છે અથવા ગુમાવવાનો ભય છે અને તેમને ભવિષ્ય અંધકારમય લાગે છે. મોટા ભાગના મર્યાદિત સરકારની તરફેણ કરે છે અથવા સરકાર વિરોધી છે. જોકે મોટા ભાગનાને સરકારી સુરક્ષા કાર્યક્રમોથી લાભ મળે છે. મોટા ભાગના ૨૦મી સદીના મધ્યમાં સમયને પાછો લઈ જવા માગે છે. એક સમયગાળો જે હવે સમાપ્ત થઈ ચૂક્યો છે. તેઓ ખ્રિસ્તી, અસહિષ્ણુ, પોતાની બંદૂક ધરાવનારાઓ અને જમણેરી વાત કરતા રેડિયોને સાંભળનારા છે. ટ્રમ્પ રિપબ્લિકનો ડૉનાલ્ડ ટ્રમ્પ તેમને જે કહે છે તેમાં આવી જનારા છે, તેઓ સમજતા નથી કે રાજકારણમાં નિયમો પાળવા, કાયદાને અને બંધારણને અનુસરવાની આવશ્યકતા હોય છે. તેઓ સમાધાન કરવાના બદલે તેમના પોતાના હેતુને અમલમાં મૂકવામાં માને છે. તેમને સરળતાથી ઈચ્છિત માર્ગે વાળી શકાય છે. ટ્રમ્પ રિપબ્લિકન રાજકારણીઓ ખૂબ જ રૂઢિચુસ્ત વિસ્તારોમાં પક્ષની પ્રાઇમરી જીતવા તેમનો ટેકો લેવા માગતા હોય છે.

ડેમોક્રેટ અને રિપબ્લિકો પોતાની અલગ-અલગ દુનિયામાં જીવે છે. તેઓ અલગ પડોશીઓ સાથે જીવે છે, તેઓ અલગ શાળાઓમાં જાય છે અને તેમનાં ઉપાસના સ્થાનો અલગ છે. તેઓ સમાચાર અને મનોરંજન માટે અલગ સ્થાનો જુએ છે.

૨. અમેરિકામાં પ્રવર્તમાન ગતિરોધ માટે કોણ જવાબદાર છે? શું રાજકીય પક્ષો સમાન રૂપે તેના માટે જવાબદાર છે કે તેને માત્ર ટ્રમ્પ પ્રશાસનનું પરિણામ તરીકે જોઈ શકાય?

વિભાજન ઘણા સમયથી થઈ રહ્યું હતું. તેને ન્યૂટ ગિંગ્રિચ અને અન્ય રિપબ્લિકન રાજકારણીઓએ હવા આપી. તેમણે રાજકીય નિયમો અને પ્રક્રિયાઓને અવગણ્યા અને તેમના પર પ્રહારો કર્યા. ચૂંટણીમાં ટ્રમ્પના -વિભાજન કરો અને જીતો-આ અભિગમ અને શાસને પરિસ્થિતિને વણસાવી અને કેપિટલ પર હુમલા માટે ઉશ્કેરી.

કૉંગ્રેસ પર ડેમોક્રેટ રાજકારણીઓના લાંબા સમયના વર્ચસ્વ, અહંકાર, સરકારનું વિસ્તરણ, ઓળખના રાજકારણ પર ધ્યાન અને ભયભીત, ગુસ્સાવાળા રિપબ્લિકનોને સમજવામાં ખામી અને સંવેદનાનો અભાવ વિભાજન વધારે છે.

૩. શું રૂઢિચુસ્ત જૂથો અમેરિકામાં ઉદારવાદી અને લોકતાંત્રિક મૂલ્યોને ક્ષીણ કરવા ઉદારવાદી અધિકારોનો ઉપયોગ કરે છે? રિપબ્લિકન પક્ષનું આમાં શું પ્રદાન છે?

હા. તેઓ મુક્ત વાણીની તરફેણ કરવાનો, કયદા અને બંધારણ તેમજ મૂડીવાદને જાળવી રાખવાનો દાવો કરે છે. જ્યારે મૂલ્યો તેમના હેતુઓને અનુકૂળ હોય ત્યારે તેઓ તેનું સમર્થન કરે છે. જેમની સાથે તેઓ અસંમત હોય તેવા અધિકારો અને સ્વતંત્રતાનું તેઓ સમર્થન કરતા નથી.

બંને પક્ષો અસહિષ્ણુ, હિંસક એવા 'ગોરાઓ સર્વોપરી છે' તેવું માનતા જૂથો પર તવાઈ લાવવામાં નિષ્ફળ ગયા છે જેનાથી સમસ્યા વણસી છે. રિપબ્લિકન રાજકારણીઓ મત જીતવા તેમનું તુષ્ટીકરણ કરે છે અને તેમના દાવાઓને માન્યતા આપે છે, જે સમસ્યા છે.

૪. ચૂંટણી હાર્યા પછી પણ એવું લાગે છે કે નોંધપાત્ર સંખ્યામાં અમેરિકનો ટ્રમ્પની પાછળ સમર્થનમાં છે. તેને કઈ રીતે સમજવું?

ટ્રમ્પના કટ્ટર સમર્થકો ટ્રમ્પ અને કેટલાક રિપબ્લિકન રાજકારણીઓએ તેમને સમજાવેલાં જૂઠાણાંમાં માને છે. તેઓ ષડયંત્ર અને હકીકતની સામે ટ્રમ્પે કહેલાં જૂઠાણાંની વાત ગળે ઉતારે છે.

૫. અમેરિકામાં રાજકીય સામાન્ય સ્થિતિ ફરીથી આવે તેમાં મદદ કરવા રાજકીય પક્ષોની ભૂમિકા શું હોવી જોઈએ?

જે ઉમેદવારો પરંપરાગત મૂલ્યોને અપનાવતા હોય તેવા ઉમેદવારોની ભરતી કરવા અને તેમને નામાંકિત કરવામાં પક્ષોએ સારી ભૂમિકા અપનાવવી જોઈએ. જેઓ નામાંકન અને ચૂંટણી જીતવા અમેરિકાની રાજકીય પ્રણાલિ અને તેમાં રહેલાં મૂલ્યોનું સમર્થન નથી કરતા તેમને અટકાવવા તેમણે નિયમો બનાવવાની આવશ્યકતા છે.

૬. અમેરિકા જેવો સમૃદ્ધ સમાજ સામાજિક સંતુલન જાળવવામાં અને તેના નાગરિકો માટે સામાજિક અને આર્થિક ન્યાયને સુનિશ્ચિત કરવામાં અક્ષમ કેમ છે?

તેનું કારણ નેતાઓ છે જેઓ કંજૂસાઈ અને સ્ટૉકના વિભાજનનું મહિમામંડન કરે છે અને તેમને અનુસરવા ઈચ્છતા મતદારો છે.

૭. અમેરિકામાં પ્રવર્તમાન રાજકીય, સામાજિક અને આર્થિક પરિસ્થિતિમાં તમે ચીનની કોઈ ભૂમિકા કે પ્રભાવ જુઓ છો?

ચીનથી એક પડકાર છે, પરંતુ કેટલાક રાજકારણીઓ આ ભયના વર્તુળને ચગાવીને મોટું કરે છે જેનાથી લોકોનું ધ્યાન આંતરિક ભયથી હટી ગયું છે. આ આંતરિક ભયમાં અમેરિકાના હિંસક જમણેરી લોકો, 'પોતે બીજા કરતાં ચડિયાતા છે' તેવું માનનારા જૂથો દ્વારા ઊભા થયેલા ભયનો સમાવેશ થાય છે.

૮. લોકપ્રિય/અધિકારવાદી નેતાઓના ઉદય સામે અવરોધ તરીકે કામ કરતી ન્યાયતંત્ર અને મિડિયા જેવી સંસ્થાઓ માટે અમેરિકાની લોકશાહી જાણીતી છે. ટ્રમ્પના શાસનમાં તેઓ કેટલી હદે સફળ ગઈ છે? શું રાજકીય પક્ષોએ અમેરિકી લોકતંત્રના સ્થાપક મહાનુભાવોના ઉદ્દેશ્યોને સાકાર કરવામાં પ્રદાન આપ્યું છે કે તેમણે આ આદર્શો સામે કામ કર્યું છે?

ટ્રમ્પે કૉંગ્રેસની બંધારણીય ભૂમિકાને અવગણીને અને ન્યાયતંત્રની ઉપેક્ષા કરીને બાબતોને હાંસિયામાં ધકેલી દીધી છે. આકાંક્ષાને અટકાવવા આકાંક્ષા હોવી જોઈએ તે રીતે પ્રણાલિ બનાવાઈ હતી. રાજકીય પક્ષો મૂળ સૂત્રના હિસ્સા નહોતા પરંતુ બહુમતી મતદારોને સમજાવવાના તેમના પ્રયાસો મધ્યમવાદી રાજકારણ અને બહુમતી શાસનને ઉત્તેજન આપવામાં અગત્યના છે. પદ પર ચૂંટાવા માગતી કોઈ પણ વ્યક્તિ પક્ષના નામાંકનની પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે તેવી બાબત પડકારમાં વધારો કરે છે.

૯. બાઇડેન સરકાર સમક્ષ કયા પડકારો છે?

રોગચાળો, ખરાબ અર્થતંત્ર, સામાજિક વિભાજનો જેનાથી કેપિટલ અને અન્યત્ર ટોળાની હિંસા થઈ હતી. કૉંગ્રેસમાં રિપબ્લિકન રાજકારણીઓ પણ પડકારરૂપ છે જેમને ભય છે કે સમાધાનથી તેઓ તેમની બેઠક વધુ અંતિમવાદી રાજકારણીઓ સામે ગુમાવશે.

આ પડકારો બાઇડેનને મહાન પ્રમુખ બનવાની એક તક આપે છે. તેમની અને તેમની સરકાર પાસે પરિવર્તન લાવવાની તક છે. દરેક સરકાર પાસે આવી તક હોતી નથી.

૧૦. ચૂંટણી પછી તાજેતરમાં બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને તમે અમેરિકી લોકતંત્રને કેટલા ગુણ આપશો?

અમેરિકા એક કટોકટીના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. તે ગૃહ યુદ્ધ જેટલી ગંભીર જોકે નથી. તે ૧૯૬૦ના દાયકા અને મહા મંદી જેટલી કદાચ ગંભીર છે.

૧૧. અમેરિકામાં જમણેરી રાજકારણીઓનું ભવિષ્ય શું છે?

તેનો આધાર કેટલીક બાબતો પર છે. હિંસક અને લોકશાહી વિરુદ્ધના જમણેરી લોકોના વર્તન પર અંકુશ રાખવા કાયદાનું મજબૂત પાલન અગત્યનું છે. રિપબ્લિકનોમાં મજબૂત, પ્રમાણિક નેતૃત્વ પણ આવશ્યક છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.