ETV Bharat / international

કોરોનાથી મોતના મામલે બ્રાઝીલ વિશ્વમાં બીજા ક્રમે, મૃત્યુઆંક 42 હજારને નજીક પહોંચ્યો

સમગ્ર વિશ્વમાં કોરોનાની દહેશત છે. દુનિયામાં હજારો લોકો કોરોનાને કારણે મોતને ભેટી રહ્યાં છે. વિશ્વમાં કુલ 4.28 લાખ લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે બ્રાઝીલમાં 41,828 લોકોના મોત થયા છે. આ સાથે બ્રાઝીલ કોરોનાને કારણે થનારા મોતની સંખ્યામાં અમેરિકા પછી વિશ્વમાં બીજા ક્રમે પહોંચ્યું છે.

fd
fdf
author img

By

Published : Jun 13, 2020, 11:02 AM IST

સાઓ પાઉલોઃ સમગ્ર વિશ્વમાં કોરોના દહેશત મચાવી રહ્યો છે. દૂનિયામાં હજારો લોકો મોતને ભેટી રહ્યાં છે. વિશ્વમાં કુલ 4.28 લાખ લોકોના મોત થયાં છે. જ્યારે બ્રાઝીલમાં 41,828 લોકોના મોત થયા છે. આ સાથે બ્રાઝીલ કોરોનાને કારણે મોત થતાં લોકોની સંખ્યામાં બીજા ક્રમ પર પહોંચ્યું છે.

વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 77 લાખ 32 હજાર 952 કેસ નોંધાયા છે. જેમાં 4.28 લાખ લોકોના મોત થયા છે. તેમજ 39 લાખ 56 હજાર 299 લોકો સાજા થતાં તેમને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

કોરોના મોત મામલે બ્રાઝીલ બીજા ક્રમે

કોરોના વાઈરસને લીધે બ્રાઝીલમાં 8,29,902 કેસ નોંધાયા છે અને 41,901 લોકોના મોત થયા છે. જ્યારે બ્રિટનમાં 41 ,481 લોકોના મોત થયા છે અને 2,92, 950 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાને લીધે થતાં મોત મામલે વિશ્વમાં અમેરિકા પછી બ્રાઝીલ બીજા નંબરે પહોંચી ગયું છે. શુક્રવારે બ્રાઝીલમાં 843 લોકોના મોત થયા છે.

અમેરિકા કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત થયું છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 21 લાખ 17 હજાર કેસ નોંધાયા છે. જેમાં 1 લાખ 16 હજાર 825 લોકોના મોત થયા છે. જ્યારે 8.42 લાખ લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.