- જો બાઈડનનો જન્મ 20 નવેમ્બર 1942ના રોજ થયો
- તેમનુ પુરું નામ જોસેફ રોબિનેટ બાઈડન છે
- 20 જાન્યુઆરી અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે લેશે શપથ
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા જો બાઇડેનનો આજે જન્મદિવસ છે. 20 નવેમ્બરે એટલે કે, આજે બાઈડન 78 વર્ષના થયા છે. બરાબર બે મહિનામાં તે આરોગ્ય સંકટ, બેરોજગારી અને વંશીય અન્યાય પર કામ કરશે.
ડેલવેર યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું
જોસેફ રોબિનેટ બાઈડનનો જન્મ 20 નવેમ્બર 1942ના રોજ થયો હતો. તેમનો ઉછેર સ્ક્રેન્ટન, પેન્સિલવેનિયા અને ન્યૂ કેસલ કાઉન્ટી, ડેલાવેરમાં થયો હતો. તેમણે ડેલવેર યુનિવર્સિટીમાંથી તેમનું શિક્ષણ મેળવ્યું અને તે પછી તેમણે 1968 માં સાયરાક્યુઝ યુનિવર્સિટીમાંથી લો ડિગ્રી મેળવી હતી. 1970માં તેઓ ન્યૂ કેસલ કાઉન્ટીના કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. 1972 માં જ્યારે તે 29 વર્ષના હતા, ત્યારે તે ડેલવેરથી યુએસ સેનેટ માટે ચૂંટાયા હતાં.
ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય બાઈડને 2009 થી 2017 સુધી યુનાઇટેડ સ્ટેટ્સના 47માં વાઇસ પ્રેસિડેન્ટ અને 1973 થી 2009 સુધી ડેલવેરના સેનેટર તરીકે ફરજ બજાવી છે. બાઈડન છ વખત સેનેટ માટે ચૂંટાયા હતા. 2008માં બરાક ઓબામાએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા બાદ તેમણે તેમની સરકારના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું હતું, ત્યારે તે સૌથી વરિષ્ઠ સેનેટર હતા. 2012 માં ઓબામા અને બિડેન ફરીથી ચૂંટાયા હતા. ઉપરાષ્ટ્રપતિ તરીકે બાઈડને મંદી અને જનતાના વિકાસ માટે અનેક કામો કયા હતાં.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પરાજિત કર્યા
બાઈડન એક અમેરિકન રાજકારણી અને યુનાઇટેડ સ્ટેટ્સના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ છે. બાયડને 2020 ની યુનાઇટેડ સ્ટેટ્સની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પરાજિત કર્યા છે. 20 જાન્યુઆરી, 2021 ના રોજ તેઓ યુનાઇટેડ સ્ટેટ્સના 46 માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય, બિડેને 2009 થી 2017 સુધી યુનાઇટેડ સ્ટેટ્સના 47 મા વાઇસ પ્રેસિડેન્ટ અને 1973 થી 2009 સુધી ડેલવેરના સેનેટર તરીકે કામ કર્યું છે.