ETV Bharat / international

કોરોના મહામારી પર બિલ ગેટ્સનું નિવેદન- આગામી ચારથી છ મહિના ખૂબ જ ખરાબ થઇ શકે છે - કોરોના મહામારી પર બિલ ગેટ્સનું નિવેદન

કોરોના વાઇરસ મહામારીને લઇ બધા દેશો વેક્સીન બનાવવામાં લાગ્યા છે, ત્યારે માઇક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સે આગામી વર્ષોને લઇ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આગામી 4 થી 6 મહિના ખૂબ જ ખરાબ પરિસ્થિતિ થઇ શકે છે.

NAT-HN-bill gates warns about corona next 4 to 6 months can be very bad-14-12-2020-DESK

author img

By

Published : Dec 14, 2020, 7:52 AM IST

  • કોરોના વાઇરસ મહામારી પર બિલ ગેટ્સનું નિવેદન
  • આગામી 4 થી 6 મહિના ખૂબ જ ખરાબ પરિસ્થિતિ થઇ શકે છે
  • ગેટ્સની સંસ્થા કોવિડ 19 રસી વિકસિત કરવા અને તેની આપૂર્તિના પ્રયાસોમાં ભાગ લઇ રહી

વૉશિંગ્ટનઃ માઇક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સે સાવચેત કર્યા છે કે, કોરોના વાઇરસ મહામારીના સમયમાં આગામી ચારથી છ મહિના ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. ગેટ્સની સંસ્થા કોવિડ 19 રસી વિકસિત કરવા અને તેની આપૂર્તિના પ્રયાસોમાં ભાગ લઇ રહી છે.

કોરોના મહામારી પર બિલ ગેટ્સનું નિવેદન

બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના સહઅધ્યક્ષ ગેટ્સે કહ્યું કે, મહામારી દરમિયાન આગામી ચારથી છ મહીના ખૂબ જ ખરાબ પરિસ્થિતિ થઇ શકે છે. જો આપણે માસ્ક પહેરવા, સામાજિક અંતર બનાવી રાખવા જેવા નિયમોનું પાલન કરે તો આ સંભવિત મોતોમાંથી મોટાભાગને રોકી શકાય. ગેટ્સે કહ્યું કે, અઠવાડિયામાં સંક્રમણ, મોત અને હોસ્પિટલમાં ભરતી થવા માટે રેકોર્ડ કેસ સામે આવ્યા છે. તેમણે કહ્યું કે, અમેરિકા આ સ્થિતિ સામે બચવા માટે સારું કામ કરશે.

મેં 2015 માં આગાહી કરી હતીઃ ગેટ્સ

ગેટ્સે 2015 માં આવી રોગચાળાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, એકંદરે જ્યારે મેં 2015 માં આગાહી કરી હતી, ત્યારે મૃતકોની સંખ્યા વધુ હોવાની સંભાવના વિશે મેં વાત કરી હતી. તેથી, આ વાઇરસ તે જીવલેણ કરતાં પણ વધુ જીવલેણ હોઈ શકે છે. અમે હજી સુધી ખરાબ તબક્કો જોયો નથી અને આશ્ચર્યની વાત એ હતી કે, અમેરિકા અને વિશ્વભરમાં તેની આર્થિક અસર પડી હતી, જે મેં પાંચ વર્ષ પહેલાં અંદાજ કરતાં પણ વધુ મોટી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.