ETV Bharat / international

અમેરિકાની સેનાને અફઘાનિસ્તાનમાં રોકવાના સમર્થનમાં બ્રિટેન સહિત કેટલાક દેશ, પરંતુ તાલિબાન આપી રહ્યું છે ધમકી

અમેરિકાના સામે આ મુશ્કેલી છે કે, તે તાલિબાનની ધમકીથી રોકાઇ જશે અથવા પોતાના મિત્ર દેશોની સલાહ માનશે. જો બાઇડેનના સામે સૌથી મોટું સંકટ એ છે કે, જી-7 દેશોના દબાવમાં જો તે કાબૂલમાં પોતાના સૈનિકોને રોકે છે, તો કાબૂલ એરપોર્ટ પર તાલિબાનના પડકારોનો સામનો કરવો પડી શકે છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન
author img

By

Published : Aug 23, 2021, 4:56 PM IST

  • તાલિબાને સાફ કરી દીધુ છે કે, અમેરિકી સૈન્યએ નિયત સમયમાં પરત ફરવું પડશે
  • કાબૂલ એરપોર્ટ પર તાલિબાનના પડકારોનો સામનો કરવો પડી શકે છે
  • લાંબા સમય સુધી સૈનિકોને કાબૂલમાં જ રાખવામાં આવશે

વોશિંગ્ટન: અફઘાનિસ્તાન(Afghanistan) થી 31 ઓગસ્ટ સુધી પોતાના સૈનિકોને કાઢવાની વાત કહેનારા અમેરિકા સામે હવે ધર્મ સંકટ ઉભુ થઇ ગયું છે. એક બાજુ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને(Joe Biden) સંકેત આપ્યા છે કે, જો જરૂર પડી તો તે આ સમયસીમાને વધારવા પર વિચાર કરી શકે છે, તો ત્યાં હવે તાલિબાને સાફ કરી દીધુ છે કે, અમેરિકી સૈન્યએ નિયત સમયમાં પરત ફરવું પડશે.

આ પણ વાંચો- કાબૂલથી ભારત આવેલા ભાઈને જોઇને ખુશીથી નાચી ઉઠી બહેન

રાજનીતિક દળોના ફ્લોર લીડર્સને અફઘાનિસ્તાનની સ્થિતિની જાણકારી અપાશે

હવે અમેરિકા સામે આ મુશ્કેલી છે કે, તે તાલિબાનની ધમકીથી રોકાઇ જશે અથવા ફરી પોતાના મિત્ર દેશોની સલાહ માનશે. જો બાઇડેનના સામે સૌથી મોટું સંકટ એ છે કે, જી-7 દેશના દબાવમાં જો તે કાબૂલમાં પોતાના સૈનિકોને રોકે છે, તો કાબૂલ એરપોર્ટ પર તાલિબાનના પડકારનો સામનો કરવો પડી શકે છે. સરકાર દ્વારા બધા રાજનીતિક દળોના ફ્લોર લીડર્સને અફઘાનિસ્તાનની સ્થિતિની જાણકારી આપવામાં આવશે.

કાબૂલમાં લાંબા સમય સુધી રોકાવા માંગે છે જી-7 દેશ

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે, 31 ઓગસ્ટ સુધી તેમની કોશિશ છે કે બધા અમેરિકી સૈનિકોને બહાર કાઢવામાં આવશે, પરંતું આ દાવા વચ્ચે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું કે, તે અમેરિકાને અપીલ કરશે કે, લાંબા સમય સુધી સૈનિકોને કાબૂલમાં જ રાખવામાં આવશે. બોરિસ જોનસને આ મુદ્દા પર જી-7 દેશની મીટીંગ બોલાવી છે, જેમાં પ્રસ્તાવ મૂકવામાં આવશે કે, અમેરિકી સેનાને લાંબા સમય સુધી કાબૂલમાં રોકાવું જોઇએ, કારણ કે, હજું પણ રેસ્ક્યૂ ઓપરેશન પુરુ થયું નથી.

અમેરિકા 31 ઓગસ્ટ સુધી પોતાનું રેસ્ક્યૂ મિશન પુરુ કરવા માટે તૈયાર છે

એમેરિકી પ્રશાસને પહેલા 11 સપ્ટેમ્બર સુધી બધા સૈનિકોને પાછા બોલાવવાની વાત કરી હતી. ત્યારબાદ આ ડેડલાઇનને 31 ઓગસ્ટ સુધી કરી દેવામાં આવી હતી. તાલિબાનના વધતા કબ્જા વચ્ચે અમેરિકા 31 ઓગસ્ટ સુધી પોતાનું રેસ્ક્યૂ મિશન પુરુ કરવા માટે તૈયાર છે. જો કે, જો બાઇડેને રવિવારે કહ્યું કે, જો જરૂર પડી તો ડેડલાઇન વધારવામાં પણ આવી શકે છે.

અમેરિકાને 31 ઓગસ્ટ સુધી પોતાની સેનાને પાછી બોલાવવી જ પડશે

તાલિબાન દ્વારા સોમવારે સાફ કહેવામાં આવ્યું છે કે, અમેરિકાને 31 ઓગસ્ટ સુધી પોતાની સેનાને પાછી બોલાવવી જ પડશે. તાલિબાનનું કહેવું છે કે, 31 ઓગસ્ટ પછી જો અમેરિકી સેના રોકાશે તો તેને ખામિયાજા ભોગવવું પડશે. તાલિબાન પહેલા બધા દેશો સાથે સારા સંબંધની વકીલાત કરતો રહ્યો છે, પરંતું અમેરિકાના મામલે તેને અલગ રૂપ અપનાવ્યું છે.

આ પણ વાંચો- Kabul Airport પર હુમલાખોરો અને અફઘાન સૈનિકો વચ્ચે અથડામણ, 1 અફઘાની સૈનિકનું મોત

કાબૂલમાં હાલ અમેરિકાના 6 હજારથી વધુ સૈનિક છે

ઉલ્લેખનિય છે કે, કાબૂલમાં હાલ અમેરિકાના 6 હજારથી વધુ સૈનિક છે, જ્યારે બ્રિટેનના એક હજારથી વધુ સૈનિક હાજર છે. આ ઉપરાંત નાટો દેશના પોત-પોતાના સૈનિક તૈનાત કરેલા છે, જેનો ઉદ્દેશ પોતાના નાગરિકોને બહાર કાઢવાનો છે. સાથે જ કેટલીક હદ સુધી અફઘાની નાગરિકોને પણ રેસ્ક્યૂ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.