- H-1B વિઝા પર ભારતીય આઇટી ક્ષેત્રની રહેશે નજર
- નોસ્કોમે રાષ્ટ્રપતિ બાઇડનને પાઠવી શુભેચ્છા
- H-1B વિઝા વિશે જાણો
નવી દિલ્હીઃ સૂચના પ્રોદ્યોગિકી (આઇટી) ઉદ્યોગના સંગઠન નાસ્કોમે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જો બાઇડનની જીતનું સ્વાગત કર્યું છે. નાસ્કોમે કહ્યું કે, ભારતના આઇટી ક્ષેત્ર અમેરિકાની નવી સરકારની સાથે મળીને ત્યાં પ્રૌદ્યોગિકી, કૌશલ અને ડિજિટલ બદલાવ માટે કામ કરવા ઇચ્છે છે.
અમેરિકા ભારતના આઇટી ક્ષેત્રનું સૌથી મોટું બજાર છે. ઉદ્યોગના મહેસુલમાં અમેરિકી બજારનો સૌથી મોટો ભાગ છે.
નોસ્કોમે રાષ્ટ્રપતિ બાઇડનને પાઠવી શુભેચ્છા
નાસ્કોમે ટ્વીટ કરીને કહ્યું- 'નાસ્કોમ નિર્વાચિત રાષ્ટ્રપતિ બાઇડનને તેમની જીતની શુભેચ્છા પાઠવે છે. અમે બાઇડનના પ્રશાસનની સાથે અમેરિકામાં પ્રોદ્યોગિકી, કૌશલ અને ડિજિટલ બદલાવ માટે કામ કરવા ખૂબ જ ઉત્સુક છીએ.'
નાસ્કોમે ચાલુ નાણાકીય વર્ષમાં આઇટી ક્ષેત્રના મહેસુલ 7.7 ટકાની વૃદ્ધિ સાથે 191 અરબ ડૉલર રહેવાનું અનુમાન લગાવ્યું છે.
ભારતની આઇટી કંપનીઓની આ વિઝા પર નજર
ભારતની આઇટી કંપનીઓની નજર H-1B વિઝા પર બાઇડનના વલણ અને નીતિઓ પર રહેશે. ભારતના મોટી સંખ્યામાં પ્રોદ્યોગિકી વ્યવસાયિકો માટે આ વિઝાનો ઉપયોગ કરે છે. આ વર્ષે જૂનમાં કોવિડ-19 મહામારી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને એચ-1બી સહિત અનેક નોન ઇમિગ્રન્ટ વિઝા શ્રેણીઓમાં વ્યવસાયિકોના અમેરિકામાં પ્રવેશ પર વર્ષના અંત સુધીમાં રોક લગાવી હતી.
શું છે H-1B વિઝા?
એચ-1બી નોન ઇમિગ્રન્ટ વિઝા છે.જે કંપનીઓની વિશેષજ્ઞતાવાળા પદ પર વિદેશી વ્યવસાયિકોની નિયુક્તિની અનુમતિ આપે છે. આ વિઝા દ્વારા અમેરિકી કંપનીઓ હજારોની સંખ્યામાં ભારત અને ચીનના વ્યવસાયિકોની નિમણુક કરી શકે છે.
નોસ્કોમનું કહેવું છે કે, તેમની સભ્ય કંપનીઓનો અમેરિકામાં મહત્વનો ઇતિહાસ છે. તે અમેરિકામાં ફોર્ચૂન-500ની લગભગ ત્રણ ચતુર્થાંશ કંપનીઓ સાથે કામ કરી રહી છે.